AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: હાથ નહી પગ ઉંચા કરીને આપે છે વાઇડ ! ગોવિંદા સ્ટાઇલમાં ચોગ્ગો, જુઓ એવુ અંપાયરીંગ કે દિલ ખુશ થઇ જાય, માઇકલ વોન પણ ફીદા, Video

અમ્પાયરિંગના આ અલગ મિજાજના ચાહકો હવે ભારતથી લઈને ઈંગ્લેન્ડ સુધીના લોકો બની ગયા છે, જેમાં દિગ્ગજ ક્રિકેટર માઈકલ વોન (Michael Vaughan) પણ સામેલ છે.

Cricket: હાથ નહી પગ ઉંચા કરીને આપે છે વાઇડ ! ગોવિંદા સ્ટાઇલમાં ચોગ્ગો, જુઓ એવુ અંપાયરીંગ કે દિલ ખુશ થઇ જાય, માઇકલ વોન પણ ફીદા, Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:30 AM
Share

એક તરફ ભારત-ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) ટેસ્ટ સિરીઝ છે, જેમાં અમ્પાયરિંગ ન માત્ર કંટાળાજનક હતું પરંતુ તેમાં ગરબડ પણ હતી. અનેક વખત ખેલાડીઓ માટે DRS અમ્પાયર દ્વારા આપવામાં આવેલા નિર્ણયો બદલતા જોવા મળી રહ્યુ હતુ. પરંતુ, આ નીરસતા વચ્ચે, રસપ્રદ અમ્પાયરિંગનો એક રસપ્રદ નમૂનો પણ જોવા મળ્યો. આ અમ્પાયરિંગ થોડું હટકે હતું. આ અમ્પાયરિંગ એવું હતું કે લોકો કંટાળે નહીં પણ વારંવાર જોવાનું પસંદ કરે.

આમાં એક અમ્પાયરની પોતાનો નિર્ણય આપવાની સ્ટાઈલ છે, જે જોઇને લોકોનું હાસ્ય અટકવાનું નામ નથી લેતું. ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝથી દૂર પુરંદર પ્રીમિયર લીગ 2021માં જોવા મળેલા અમ્પાયરિંગના આ અલગ મૂડના ચાહકો હવે ભારતથી લઈને ઈંગ્લેન્ડ સુધીના લોકો બની ગયા છે, જેમાં દિગ્ગજ ક્રિકેટર માઈકલ વોન (Michael Vaughan) પણ સામેલ છે.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તે અમ્પાયરના વિચિત્ર અમ્પાયરિંગનો વીડિયો ટ્વીટ કર્યો છે અને તેને ICC ની એલિટ પેનલમાં સામેલ થવા માટે કહ્યું છે. વોનની વાત પણ સાચી છે. ICC સતત ક્રિકેટને મજેદાર બનાવવાની વાત કરે છે. હવે જો ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના આ વિચારને આ અમ્પાયરના રસપ્રદ એક્શનનો તડકો મળે તો શું કહેવું.

વાઇડ આપવાનો ઇશારો તો જબરદસ્ત રસપ્રદ છે

અમ્પાયરના નિર્ણય દર્શાવતો આ રસપ્રદ વીડિયો પુરંદર પ્રીમિયર લીગનો છે. આ લીગમાં ભીવારી બ્લાસ્ટર્સ અને કેડેપાથર કિંગ્સ વચ્ચે રમાઈ રહી હતી. એ જ મેચમાં જ્યારે કેડેપાથર કિંગ્સ બેટિંગ કરી રહ્યી હતી, ત્યારે તેની ઇનિંગની પ્રથમ ઓવરનો એક બોલ બોલરે વાઈડ ફેંક્યો હતો. દરેકને લાગ્યું કે અમ્પાયર તેના હાથ વડે વાઇડનો સંકેત આપશે, જેમ કે સામાન્ય રીતે થાય છે. પરંતુ આ અમ્પાયરની સ્ટાઈલ અલગ જ રહી. તે તેના માથા પર ઉભો રહ્યો અને બંને પગ પહોળા કર્યા. જેણે પણ આ રમૂજી દ્રશ્ય જોયું તે જોતા જ રહી ગયા.

ચોગ્ગાનો ઇશારો એવો, જાણે ગોવિંદાના ડાન્સ જેવો

એવું નથી કે આ અમ્પાયરની આ ખાસ સ્ટાઈલ આ એક મેચ માટે જ હતી. તે સમગ્ર લીગમાં જ તેના અજીબોગરીબ અમ્પાયરિંગ માટે પ્રખ્યાત બની રહ્યો હતો. અન્ય એક મેચમાં, જેમાં ભિવારી બ્લાસ્ટર્સ અને ગુલુંચે વોરિયર્સ વચ્ચેની મેચ હતી, જ્યારે તેમાં ફોર ફટકરાઇ, ત્યારે આ અમ્પાયરે એવો ઈશારો કર્યો કે જાણે બોલિવૂડનો હીરો ગોવિંદા ડાન્સ કરી રહ્યો હોય.

આ પણ વાંચોઃ IND Vs SA: મુંબઇ ટેસ્ટ બાદ તરત જ ટીમ ઇન્ડિયાની પસંદગી કરાશે, અજિંક્ય રહાણે નહી જાય દક્ષિણ આફ્રિકા!

આ પણ વાંચોઃ IND VS NZ: વિરાટ કોહલી મુંબઇ ટેસ્ટમાં ના કરી શક્યો મહત્વનુ કામ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમ્યાન પણ પડશે ‘સાઇડ ઇફેક્ટ’

g clip-path="url(#clip0_868_265)">