Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર
ICC WTC Final: IPL 2023 બાદ હવે ભારતીય ક્રિકેટ ચાહકોની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયાનો આમનો સામનો ચેમ્પિયન બનવા માટે ઓવલમાં 7 જૂનથી શરુ થશે.
IPL 2023 સમાપ્ત થઈ ચુકી છે અને હવે ભારત અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિશ કરી પરસેવો વહાવી રહ્યા છે. ભારતીય ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચી છે. આ વખતે કોઈ જ ચૂક વિના ભારતીય ટીમ ચેમ્પિયન બનીને પરત ફરવા માટેનો મજબૂત ઈરાદો રાખી રહ્યુ છે. આમ અમદાવાદમાં રમાયેલી IPL 2023 Final બાદ હવે નજર સીધી જ ભારતીય ચાહકોની લંડન તરફ મંડરાયેલી છે. ત્યાર બાદ પણ મહત્વની ટૂર્નામેન્ટ રમાનારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ વર્ષના કેલેન્ડર પર એક નજર કરીશું.
જૂન થી લઈને ડિસેમ્બર સુધી ક્રિકેટના ચાહકો માટે રોમાંચમાં સહેજ પણ ઓટ નહીં આવે. જે પ્રકારે વર્ષના બાકીના છ મહિનાના તબક્કામાં ક્રિકેટની ટૂર્નામેન્ટનુ આયોજન નિશ્ચિત છે એ મુજબ હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અસલી રોમાંચ વર્ષનો હવે જોવા મળશે. આ દરમિયાન હજુ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. એશિઝ અને વનડે વિશ્વકપ પણ થનાર છે. આ સિવાય પણ અનેક રોમાંચથી ભરપૂર શ્રેણીઓની રાહ જોવાઈ રહી છે.
ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ
ENG vs IRE Test: 1 જૂનથી ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ રમનારી છે. જે લંડનના લોર્ડઝમાં રમાનારી છે.
SL vs AFG: અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા પ્રવાસ ખેડી રહી છે. જ્યાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 3 વનડે મેચની સિરીઝ રમાનારી છે.
WI vs UAE: જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ યુએઈનો પ્રવાસ ખેડશે. જ્યાં 4 જૂનથી 9 જૂન દરમિયાન ત્રણ વનડે મેચની સિરીઝ રમાનારી છે.
WTC Final: 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાનારી છે.
AFG vs BAN Test: બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ઢાકામાં ટેસ્ટ મેચ રમનારી છે. જેની શરુઆત 14 જૂનથી થનારી છે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે વનડે સિરીઝ રમાનારી છે.
Ashes, 2023: એશિઝ સિરીઝની શરુઆત 16 જૂનથી થનારી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ સિરીઝની પ્રથમ મેચ એજબેસ્ટનમાં રમાનારી છે. ત્યાર બાદ બીજી ટેસ્ટ 28 જૂને લોર્ડઝમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 6 જુલાઈથી લીડ્ઝમાં રમાશે. 19 જુલાઈથી ચોથી ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. 27 જુલાઈથી અંતિમ મેચ ઓવલમાં રમાશે.
ENG vs NZ: ન્યુઝીલેન્ડની ટીમ ઓગષ્ટ મહિનામાં ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. જ્યાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 4 T20 મેચની સિરીઝ અને બાદમાં આટલી જ ODI મેચની સિરીઝ રમાશે.
AUS vs SA: ઓસ્ટ્રેલિયાની ટીમ ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હશે. જ્યાં 3 મેચોની T20 સિરીઝ 30 ઓગષ્ટથી શરુ થશે. જ્યારે 5 મેચોની ODI સિરીઝ 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.
ODI World Cup 2023: વનડે વિશ્વકપના રોમાંચની રાહ જોવામાં આવી રહી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં વનડે વિશ્વકપ રમાનારો છે. જોકે આ માટે ICC એ હજુ વનડે વિશ્વકપનુ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ નથી.
PAK vs AUS: વર્ષના અંતમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી છે. જ્યાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમાનારી છે. જેમાં પ્રથમ મેચ પર્થમાં 14 ડિસેમ્બરે , બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.
આ પણ વાંચોઃ Ravindra Jadeja, IPL 2023: રવિન્દ્ર જાડેજાના વિજયી ચોગ્ગા બાદ રિવાબા રોઈ પડ્યા, પછી પતિના ચરણ સ્પર્શ કર્યા, ઈમોશનલ Video
લીગ ક્રિકેટ
The Hundred: ઓગ્ષ્ટમાં ઈંગ્લેન્ડની આ લીગ રમાનારી છે. જે 100 બોલની રમતનુ ફોર્મેટ છે.
CPL 2023: ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વેસ્ટઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ રમાનારી છે.