Cricket: વિરાટ કોહલીની કેપ્ટનશીપ બદલવાને લઇ BCCI સેક્રેટરી જય શાહે સસ્પેન્સ સમાપ્ત કર્યુ, આપ્યુ મોટુ નિવેદન

|

Sep 14, 2021 | 12:30 PM

જય શાહે પોતાના નિવેદનથી એ તમામ બાબતો સ્પષ્ટ થઇ ચુકી છે, જે T20 વિશ્વકપ પહેલા ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ કરવાને લઇને કન્ફ્યુઝન પેદા થઇ રહ્યુ હતુ. આ તમામ મુંઝવણોને દુર કરી દેવાઇ છે.

Cricket: વિરાટ કોહલીની કેપ્ટનશીપ બદલવાને લઇ BCCI સેક્રેટરી જય શાહે સસ્પેન્સ સમાપ્ત કર્યુ, આપ્યુ મોટુ નિવેદન
Jay Shah

Follow us on

T20 વર્લ્ડકપ (T20 World Cup) પહેલા વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપ ફરી એક વખત ચર્ચામાં આવી હતી. ICC ટુર્નામેન્ટ બાદ, T20 અને વનડેમાંથી કેપ્ટનશીપ છોડવાના સમાચાર મીડિયામાં અહેવાલ તરીકે ઉડવા લાગ્યા. જ્યારે કેપ્ટન કોહલી વિશે અટકળોનું બજાર ગરમ થયું, ત્યારે પહેલા BCCI ના ખજાનચી અરુણ ધૂમલ સામેથી આવ્યા અને મીડિયા અહેવાલમાં કહ્યું કે આ બધું પાયાવિહોણું છે અને બકવાસ છે.

પરંતુ, તે પછી પણ, જો વિરાટની વનડે અને T20 કેપ્ટનશિપ અંગે કોઈ શંકા હોય, તો હવે ફક્ત BCCI સચિવ જય શાહ (Jay Shah) ની વાત સાંભળો. BCCI સચિવે વિરાટ કોહલીની કેપ્ટનશીપનું ભવિષ્ય નક્કી કર્યું છે. તેમના નિવેદન સાથે, તેમણે T20 વર્લ્ડ કપ પહેલા ઉદ્ભવેલી બધી મૂંઝવણો દૂર કરી દીધી છે.

BCCI ના સચિવ જય શાહે વિરાટ કોહલીની કેપ્ટનશીપ કારકિર્દી પર ભાર મૂકતા કહ્યું કે, જ્યાં સુધી ટીમ પ્રદર્શન કરી રહી છે. તે સારું પ્રદર્શન આપી રહી છે. કેપ્ટનશીપમાં ફેરફારનો પ્રશ્ન ઉભો થતો નથી. જય શાહે મીડિયા રીપોર્ટસ મુજબ એક વાતચીતમાં આ નિવેદન આપ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શાહનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશીપ છોડવા અને ટીમ ઇન્ડીયામાં સ્લીપ્ટ કેપ્ટનસીના અહેવાલોએ મીડિયામાં ચર્ચા બની ખૂબ બની છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માને વનડે અને T20 માં પોતાની કેપ્ટનશીપ સોંપશે. જ્યારે કોહલી માત્ર ટેસ્ટ ક્રિકેટનો કેપ્ટન રહેશે.

કોહલીની કેપ્ટશીપમાં કમાલ, પરંતુ ICC ટ્રોફીનો ઇંતઝાર

જય શાહે કેપ્ટનશીપને ટીમના પ્રદર્શન સાથે જોડીને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની 2-1ની લીડ વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે T20 ક્રિકેટમાં કેપ્ટન કોહલીની ટીમની સિદ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે કોહલીની કેપ્ટનશીપમાં ભારત ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં હાર્યું નથી. તેઓએ ઇંગ્લેન્ડ સામે 3-2 થી જીત મેળવી, ઓસ્ટ્રેલિયામાં 2-1 થી જીત મેળવી, શ્રીલંકાને 2-0 થી હરાવ્યુ અને ન્યુઝીલેન્ડને 4-0 થી હરાવ્યું. જોકે, વિરાટ કોહલીની સામે આઈસીસી ટુર્નામેન્ટ જીતવી હજુ પણ મોટો પડકાર છે.

ભારતે ગયા અઠવાડિયે જ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તેણે ધોનીને મેન્ટર તરીકે જોડીને ટીમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. BCCI ના આ નિર્ણયની દરેક દ્વારા પ્રશંસા કરવામાં આવી છે અને તેને માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

Next Article