CPL 2021: ક્રિસે ગેઇલે એવી તોફાની ‘સિક્સર’ લગાવી દઇ બતાવી દીધુ કે ઢળતી ઉંમરે પણ કેમ યુનિવર્સ ‘બોસ’ કહેવાય છે, જુઓ VIDEO

|

Aug 27, 2021 | 10:12 PM

ક્રિસ ગેઇલ (Chris Gayle) મેચમાં માત્ર 20 મિનિટ સુધી ક્રિઝ પર રહ્યો હતો. આટલા સમયમાં, તેણે એ જ કર્યું હતુ જે તે ઘણી વાર કરતો જોવા મળે છે. જેના કારણે દુનિયા તેને યુનિવર્સ બોસ કહે છે.

CPL 2021: ક્રિસે ગેઇલે એવી તોફાની સિક્સર લગાવી દઇ બતાવી દીધુ કે ઢળતી ઉંમરે પણ કેમ યુનિવર્સ બોસ કહેવાય છે, જુઓ VIDEO
Chris Gayle

Follow us on

ક્રિકેટમાં ઢળતી ઉંમર સાથે લોકો નિવૃત્ત થતા હોય છે. જોકે વિસ્ફોટક તેવર ધરાવતા ક્રિસ ગેઇલ (Chris Gayle) સતત યુવાન થઈ રહ્યો લાગે છે. એટલા માટે તેણે માત્ર 20 મિનિટની બેટિંગમાં સ્ટેડિયમમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે એવી સિક્સર ફટકારી કે, સ્ટેડિયમમાં કાચ તોડી નાખ્યા હતા. ગેઇલે તેની રમતથી કહી દીધુ કે તેના હાડકાંમાં હજુ કેટલી જાન છે.

ગેઇલના આ તેવરનો દેખાવ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) માં જોવા મળ્યો હતો. જ્યાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ અને બાર્બાડોસ રોયલ્સની ટીમ સામસામે ટકરાઇ હતી. ગેઇલ આ મેચમાં સેન્ટ કીટ્સની ટીમનો હિસ્સો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગેઇલે મેચમાં માત્ર 20 મિનિટ બેટિંગ કરી હતી. તે દરમ્યાન તેણે કોઇ મોટી ઇનિંગ્સ રમી ન હતી. કે ના તો તેણે એટલો મોટી વિસ્ફોટક ઇનીંગ રમી, છતાં પણ તેણે જબરદસ્ત કર્યુ કે, તેના તરફ સૌનુ ધ્યાન ખેંચાયુ. તેણે જે કર્યું તે સંદેશ આપવા માટે પૂરતું હતું કે, લોકો તેને યુનિવર્સ બોસ કેમ કહે છે. તેની ઇનિંગ્સમાં ગેઇલે માત્ર 133.33 ની સ્ટ્રાઇક રેટથી 9 બોલમાં 12 રન બનાવ્યા હતા, જેમાં 1 ફોર અને એક સિક્સરનો સમાવેશ થાય છે.

ગેઇલે એવી સિક્સર ફટકારી કે, સ્ટેડિયમના કાચ તૂટી ગયા

ગેઇલે તેની ઇનિંગ્સમાં ફટકારેલા એકમાત્ર સિક્સરને કારણે સ્ટેડિયમને તગડું નુકસાન થયું હતું. હકીકતમાં, બાર્બાડોલ રોયલ્સના બોલર હોલ્ડરના બોલ પર લોંગ-ઓન પર ગેઇલની આ સિક્સરને કારણે સ્ટેડિયમનો કાચ તૂટી ગયો હતો. જે બતાવે છે કે આ છક્કો કેટલો લાંબો હતો અને તેમાં કેટલી શક્તિ હતી.

ગેઇલની ટીમે મેચ જીતી લીધી હતી

ગેઇલે આ છગ્ગા સાથે સ્ટેડિયમના કાચ તોડી નાખ્યો હતો. જ્યારે બીજી બાજુ, તે વધુ ખતરનાક બને તે પહેલા ઓસાને થોમસે તેને ડગઆઉટનો માર્ગ દર્શાવી દીધો હતો. ગેઇલ સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તેની ટીમના વિજયના પરિણામ પર તેની કોઇ અસર પડી ન હતી. પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા, સેન્ટ કિટ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. તેણે બાર્બાડોસ રોયલ્સ સામેની મેચ 21 રનથી જીતી લીધી. બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન જ બનાવી શકી હતી.

 

આ પણ વાંચોઃ Afghanistan: ધડાકાઓને લઈ ક્રિકેટર રાશિદ ખાને કહ્યુ, કાબુલ લોહિલુહાણ ! દિલની પીડા સાથે કરી આ અપીલ

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ભાવિના પટેલની ઐતિહાસીક ઉપલ્બધી, મેડલ નિશ્ચિત કરી ટેબલ ટેનિસ સેમિફાઈનલમાં પહોંચી

Next Article