CPL 2021: આંદ્રે રસેલનુ બેટ દેખાયુ દમ વિનાનુ, ચોગ્ગા-છગ્ગા તો ઠીક પરંતુ સુનિલ નરેને એક રન લેવો મુશ્કેલ બનાવી દીધો

|

Sep 08, 2021 | 11:08 AM

આંદ્રે રસેલ (Andre russell) થી આશાઓ હતી કે, તે પોતાની ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી નિકાળીને જીત અપાવશે. પરંતુ રસેલનુ બેટ રન કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યુ હતુ.

CPL 2021: આંદ્રે રસેલનુ બેટ દેખાયુ દમ વિનાનુ, ચોગ્ગા-છગ્ગા તો ઠીક પરંતુ સુનિલ નરેને એક રન લેવો મુશ્કેલ બનાવી દીધો
Andre Russell

Follow us on

T20 ના ખતરનાક બેટ્સમેનોમાં વેસ્ટ ઇન્ડીઝના આન્દ્રે રસેલ (Andre Russell) નું નામ આવે છે. તેને તે પ્રકારનો બેટ્સમેન માનવામાં આવે છે, જે મેચને ગમે ત્યારે પલટી શકે છે. રસેલે તેના આક્રમક શોટ અને લાંબી સિક્સરને કારણે બોલરોની નજરમાં ડર પેદા કર્યો છે. જેથી જ્યારે તે સામે હોય ત્યારે બોલરોને પરસેવો વળેલો રહેતો હોય છે. પરંતુ ક્રિકેટમાં કંઈ પણ શક્ય છે, તેથી જ તેને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે.

રસેલ હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં જમૈકા તાલાવાઝ (Jamaica Tallawahs) તરફથી રમી રહ્યો છે. મંગળવારે રાત્રે આ ટીમનો સામનો ત્રિનબાગો નાઈટ રાઈડર્સ સાથે થયો હતો. રસેલ પાસેથી એવી અપેક્ષા હતી કે તે પોતાની તોફાની શૈલીમાં શાનદાર બેટિંગ કરીને ટીમને વિજય અપાવશે, પરંતુ તેમ થયુ જ નહી.

રસેલનુ બેટ આ મેચમાં શાંત રહ્યુ, કે એમ કહી શકાય કે બેટ શાંત કરી દેવામાં આવ્યુ. આ કામ અન્ય T20 લિજેન્ડ સુનીલ નરેને (Sunil Narain) કર્યું હતું. નરેન પણ તે બોલરોમાંથી એક છે જે શ્રેષ્ઠ બેટ્સમેનને અંકુશમાં રાખી શકે છે. નરેને આ મેચમાં પણ નિર્ણાયક સમયે આ કામ કર્યું હતું.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

નાઈટ રાઈડર્સે જમૈકાને 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે રસેલ 14 મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમને જીતવા માટે 42 બોલમાં 93 રનની જરૂર હતી. એવી અપેક્ષા હતી કે રસેલ પોતાની તોફાની સ્ટાઇલથી ટીમને વિજય અપાવશે, પરંતુ નારાયણે તેને દોડવા દીધો નહીં. રસેલ 11 બોલ રમ્યો અને માત્ર એક રન કર્યા બાદ આઉટ થયો.

નરેને મેઇડન ઓવર કરી

નરેને 14 મી ઓવરમાં છ એ છ બોલમાં રસેલને રન બનાવવા દીધા ન હતા. આગલી ઓવરમાં રસેલે ત્રણ બોલ રમ્યા અને એક રન લીધો. અહીં નવ બોલમાં રસેલના ખાતામાં માત્ર એક રન આવ્યો હતો. આગળની ઓવરમાં નરેન ફરી રસેલની સામે આવ્યો. ઓવરનો પહેલો બોલ ખાલી રહ્યો. બીજા બોલ પર, રસેલે નરેનની બોલ પર શોટ રમ્યો. પરંતુ બોલ સીધો બ્રાવોના હાથમાં ગયો અને આ રીતે રેસલની ઇનિંગનો અંત આવ્યો. ભાગ્યે જ જોવા મળે છે કે, ચોગ્ગા અને છગ્ગા રસેલની ઇનિંગ્સમાં સામેલ ન હોય. આ મેચ તેમાંથી એક હતી.

આવી રહી હતી મેચ

જમૈકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. લેન્ડલ સિમન્સે ટીમ માટે 42 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 39 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કેપ્ટન કિયરોન પોલાર્ડે માત્ર 18 બોલમાં અણનમ 39 રનની ઈનિંગ રમી હતી, જેમાં એક ચોક્કો અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

અંતે તોફાની શૈલીમાં બેટિંગ કરતા ટિમ સીફર્ટે આઠ બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. જવાબમાં જમૈકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના ચાર જ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. કાર્લોસ બ્રેથવેટે 14 રન બનાવ્યા હતા. ઇમાદ વસીમે 11 રન બનાવ્યા હતા. જેસન મોહમ્મદ માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

 

આ પણ વાંચોઃ Shikhar Dhawan Love Story: શિખર ધવનને 10 વર્ષ મોટી યુવતી સાથે આ રીતે પાંગર્યો હતો પ્રેમ !

આ પણ વાંચોઃ IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે મેળવી આ ખાસ ઉપલબ્ધી, અત્યાર સુધીમાં જાડેજા સહિત ચાર ભારતીયો કરી ચુક્યા છે આ કમાલ

Next Article