County Cricket : કાઉન્ટી ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાની ધમાલ, સસેક્સ માટે સતત ત્રીજી સદી ફટકારી

|

Apr 29, 2022 | 11:49 PM

Cheteshwar Pujara : ચેતેશ્વર પૂજારાને આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસમાં સરેરાશ પ્રદર્શન બાદ શ્રીલંકા સામેની 2 મેચની શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

County Cricket : કાઉન્ટી ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાની ધમાલ, સસેક્સ માટે સતત ત્રીજી સદી ફટકારી
Cheteshwar Pujara (PC: Twitter)

Follow us on

ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ શુક્રવારે ડરહામ સામેની તેમની કાઉન્ટી ચેમ્પિયનશિપ (County Championship) ડિવિઝન 2 મેચમાં સસેક્સ (Sussex Cricket) માટે શાનદાર ક્રિકેટ રમવાનું ચાલુ રાખતા સિઝનની સતત ત્રીજી સદી ફટકારી હતી. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ 162 બોલમાં પોતાની સદી ફટકારી હતી અને તેની આ સદીમાં તેણે કુલ 13 ચોગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાની કાઉન્ટી ક્રિકટની વાત કરીએ તો તેણે હાલ ફટકારેલ 109 રન પછી વોર્સેસ્ટરશાયર સામે 184 બોલમાં 101 રન અને ડર્બીશાયર સામે બેવડી સદી ફટકારી હતી. તે 206 બોલમાં 109 રન બનાવીને આઉટ થયો હતો.

ચેતેશ્વર પુજારા પહેલા મોહમ્મદ અઝરુદ્દીન પણ આ સિદ્ધિ મેળવી ચુક્યો છે

ચેતેશ્વર પુજારા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય છે. આ પહેલા વાત કરીએ તો ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતા. જેણે વર્ષ 1991 માં લેસ્ટરશાયર સામે 212 રન અને 1994 માં ડરહામ ટીમ સામે 205 રન બનાવ્યા હતા. આ બંને ઇનિંગ ડર્બીશાયર ટીમ માટે રમી હતી. ફેબ્રુઆરી 2022 માં યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેગા હરાજીમાં ચેતેશ્વર પુજારા ખરીદનાર શોધવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ ચેેતેશ્વર પૂજારા ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવા માટે પહોંચી ગયો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024


2021ની હરાજી દરમિયાન તેને ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાથી ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે કાઉન્ટી સ્ટંટ માટે ઈંગ્લેન્ડ ગયો ન હતો.

ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે ચેેતેશ્વર પુજારા

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સતત નિષ્ફળ જવાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો હતો. ત્યારે કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પુજારા ફરીથી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવા પ્રયાસ કરશે. ચેતેશ્વર પૂજારાને આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસમાં સરેરાશ પ્રદર્શન બાદ શ્રીલંકા સામેની 2 મેચની શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે, ભારતની રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ કહ્યું કે પૂજારા તેમજ અજિંક્ય રહાણે માટે દરવાજા ખુલ્લા રહેશે.

આ પણ વાંચો : Boris Becker: મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકરને અઢી વર્ષની જેલની સજા, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : IPL 2022: લખનૌની ટીમના સભ્યોને નડ્યો માર્ગ અકસ્માત, મેચ માટે પુણેના સ્ટેડિયમ માટે આવી રહ્યા હતા ત્યારે જ સર્જાઈ ઘટના

Next Article