સુરતમાં ચાલુ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે બબાલ, જુઓ વીડિયો
ગૌતમ ગંભીર અને એસ શ્રીસંત બંને તેમના આક્રમક વલણ માટે જાણીતા હતા. બંનેનું આ વલણ નિવૃત્તિ પછી પણ ચાલુ જ છે. આ બંને ખેલાડીઓ હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમી રહ્યા છે અને એક મેચ દરમિયાન તેઓ એકબીજા સાથે લડ્યા હતા. તેમની બોલાચાલીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ફરી ક્રિકેટના મેદનામાં વાપસી કરી ચૂક્યો છે અને ગંભીર તેના જૂના રંગમાં જોવા મળી રહ્યો છે. પછી તે તેની બેટિંગ હોય કે તેનું આક્રમક વલણ. ગંભીર હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને ઘણા રન બનાવી રહ્યો છે.
ગંભીર-શ્રીસંત સામ-સામે
બુધવારે આ ટીમનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચમાં ગૌતમ ગંભીરનો સામનો તેના જૂના પાર્ટનર સાથે થયો હતો. આ ખેલાડી છે એસ શ્રીસંત. આ બંને જૂના મિત્રો એકબીજાની સામે રમી રહ્યા હતા. બંને તેમના આક્રમક સ્વભાવ માટે ફેમસ છે અને આ મેચમાં પણ આવું જ થયું હતું અને બંને ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા.
|Gautam Gambhir scores FIFTY in just 28 balls pic.twitter.com/nUfnRgIN77
— KKR Karavan (@KkrKaravan) December 6, 2023
ચાલુ મેચમાં ગંભીર શ્રીસંત પર ગુસ્સે થયો
ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ગંભીરે પાકિસ્તાન સામે રમાયેલી ફાઈનલમાં અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે વર્ષ 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પણ ગંભીરે 97 રનની ઈનિંગ રમીને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ બંને ટીમમાં શ્રીસંત પણ હતો.
ગૌતમ ગંભીરની દમદાર ફિફ્ટી
આ મેચમાં ગંભીરની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. શ્રીસંતે મેચની બીજી ઓવર ફેંકી હતી. ગંભીરે શ્રીસંતની ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી, બાદમાં ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે પછીના બોલ પર કોઈ રન નહોતા આવ્યા. આ દરમિયાન શ્રીસંતે ગંભીરને કંઈક કહ્યું. જે બાદ ગંભીરે ગુસ્સાથી શ્રીસંત સામે જોયું. બંને વચ્ચે થોડી બોલાચાલી જોવા મળી હતી. આ મેચમાં ગંભીરે શાનદાર અડધી સદીની ફટકારી હતી. 30 બોલનો સામનો કરી તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા ગંભીરે ભીલવાડા કિંગ્સ સામે 63 રનની ઈનિંગ રમી હતી.
Emotions are always running high, when you were very passionate about your game.
Sreesanth and Gambhir in an animated chat during the @llct20 Eliminator!#LegendsLeagueCricket pic.twitter.com/Qjz8LqC41l
— Nikhil (@CricCrazyNIKS) December 6, 2023
ગંભીર-શ્રીસંત આક્રમક સ્વભાવ માટે પ્રખ્યાત
જ્યારે ગૌતમ ગંભીર અને શ્રીસંત ટીમ ઈન્ડિયા તરફથી રમતા ત્યારે પણ આ જ આક્રમકતાથી રમ્યા હતા. સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં આન્દ્રે નેલને સિક્સર ફટકાર્યા બાદ શ્રીસંતે કરેલો ડાન્સ આજે પણ બધાને યાદ છે. હરભજન સિંહે આઈપીએલમાં પણ શ્રીસંતને થપ્પડ મારી હતી. આ વિવાદ પણ ઘણો ફેમસ થયો હતો. કામરાન અકમલ અને શાહિદ આફ્રિદી સાથે ગંભીરની લડાઈ પણ જાણીતી છે. ગંભીરે મેદાનમાં આ બંને સાથે લડાઈ કરી હતી.
આ પણ વાંચો: પહેલીવાર થર્ડ અમ્પાયરનો શિકાર બન્યો હતો આ ખેલાડી, જાણો કોણ છે આ પ્લેયર
