ચેતેશ્વર પુજારાએ ઈશારા ઈશારામાં કહી જબરદસ્ત વાત, સ્ટાર ખેલાડીઓએ શ્રેષ્ઠ બની રહેવા આ કામ કરવુ જોઈએ

|

Feb 05, 2023 | 11:30 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. આ પહેલા ચેતેશ્વર પુજારાએ ખેલાડીઓને શ્રેષ્ઠ મેળવતા રહેવા માટે શુ કરવુ જોઈએ એ માટે પોતાનો મત રજૂ કર્યો છે.

ચેતેશ્વર પુજારાએ ઈશારા ઈશારામાં કહી જબરદસ્ત વાત, સ્ટાર ખેલાડીઓએ શ્રેષ્ઠ બની રહેવા આ કામ કરવુ જોઈએ
Cheteshwar Pujara says Indian players play Ranji Trophy matches

Follow us on

ત્રણ દિવસ બાદ ભારતમાં રેડ બોલ ક્રિકેટ ની ધમાલ દોઢ મહિનો ચાલશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ આગામી ગુરુવારથી શરુ થવા જઈ રહી છે. આ સિરીઝ પર દુનિયા ભરની નજર મંડરાયેલી છે. આઈસીસી ટેસ્ટ વિશ્વચેમ્પિયનશિપની ફાઈનલને લઈ કોણ ટિકીટ કાપશે એ માટે નજર બની રહેશે. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ખૂબ પરસેવો વહાવી તનતોડ અભ્યાસ કરી રહી છે. જોકે સિરીઝ પહેલા થી જ ઘરેલુ ક્રિકેટમાં ભારતીય સ્ટાર ખેલાડીઓએ રમવુ જોઈએ અને પોતાનો શ્રેષ્ઠ બનાવી રાખવા માટે હિસ્સો લેવો જોઈએ એવી માંગ ઉઠી હતી. રણજી ટ્રોફીને લઈ આ સવાલો થઈ રહ્યા છે, હવે ચેતેશ્વર પુજારાએ આ મામલામાં જવાબ આપ્યો છે.

ચેતેશ્વર પુજારાએ ચર્ચાઓ વચ્ચે એક અંગ્રેજી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં બતાવ્યુ છે કે, સ્ટાર ખેલાડીઓએ પણ રણજી ટ્રોફી મેચમાં રમવુ જોઈએ. આમ કરવાનુ મહત્વ શુ છે અને તેના કેવા ફાયદા થઈ શકે છે એ વાત પણ બતાવી હતી. હાલમાં રણજી ટ્રોફીની સિઝન ચાલી રહી છે, જે તેના મહત્વના તબક્કામાં પહોંચી છે. આવા સમયે વ્હાઈટ બોલ સિરીઝમાંથી મળનારા સમયમાં દિગ્ગજ ક્રિકેટરોએ રણજી ટ્રોફીની મેચોમાં હિસ્સો લેવો યોગ્ય હતો.

પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે રણજી ટ્રોફીને મહત્વ આપો

પુજારા પહેલા ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આવી જ સલાહ સ્ટાર ખેલાડીઓ માટે આપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટાર ખેલાડીઓના આઉટ ઓફ ફોર્મને સુધારવા માટે શાસ્ત્રીએ આ સલાહ આપી હતી. પરંતુ તેની સલાહને માનવા માટે મોટા નામ બનાવી ચુકેલા ખેલાડી સ્વિકારી શક્યા નહોતા. હવે પુજારાએ આવી જ વાત એક અંગ્રેજી મીડિયા રિપોર્ટસ મુજબ ઈન્ટરવ્યુમાં કહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ચેતેશ્વરે કહ્યું, ટોચના ખેલાડીઓને જ્યારે પણ તક મળે ત્યારે રણજી ટ્રોફીમાં રમવું જોઈએ. ખેલાડીઓએ પોતાના સર્વશ્રેષ્ઠ માટે તેને ઘણું મહત્વ આપવું જોઈએ. તે ખૂબ જ સ્પર્ધાત્મક છે. પૂજારાએ એમ પણ કહ્યું કે આનાથી ટીમોને પણ ફાયદો થશે, ખાસ કરીને તે ટીમો જે નોકઆઉટ માટે ક્વોલિફાય નથી થઈ શકતી કારણ કે જો તેઓ વરિષ્ઠ ખેલાડીઓની હાજરીમાં થોડી વધુ મેચો રમવા મળશે તો તેઓ પણ વધુ સારી બનશે.

પુજારા સમય મળે એટલે સૌરાષ્ટ્ર તરફથી રમે છે

આમ એટલા માટે કે ટીમ ઈન્ડિયાના ટોચના બેટ્સમેન જેમ કે રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને માત્ર સ્પિનરો સામે રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ આશ્ચર્યજનક છે કારણ કે ભારતીય ખેલાડીઓ હંમેશા સ્પિનના શ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. ત્યારે પણ પુજારાને જ્યારે પણ સમય મળે ત્યારે તેની ટીમ સૌરાષ્ટ્ર સાથે મેચ રમી રહ્યો છે, પરંતુ રોહિત અને કોહલીએ આ દિશામાં આગળ જોવાની જરૂર છે.

 

Published On - 11:28 pm, Sun, 5 February 23

Next Article