Cheteshwar Pujara : ભારતના દિગ્ગજ બેટ્સમેન પર ઈંગ્લેન્ડમાં 1 મેચ માટે લાગ્યો પ્રતિબંધ

ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે સસેક્સ પર 12 પોઈન્ટની પેનલ્ટી લગાવવામાં આવી છે જેના કારણે કેપ્ટન પુજારા પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. સાથી ખેલાડીઓની હરકતોને કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Cheteshwar Pujara : ભારતના દિગ્ગજ બેટ્સમેન પર ઈંગ્લેન્ડમાં 1 મેચ માટે લાગ્યો પ્રતિબંધ
Cheteshwar Pujara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 10:15 PM

ક્રિકેટમાં કપ્તાન બનવાથી ઘણીવાર ગંભીર નુકસાન થાય છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેનને કેપ્ટન બનવાની સજા મળી છે. ભારતનો ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) હાલમાં દેશની ક્રિકેટ રમી રહ્યો છે અને સસેક્સ (ટીમ) ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ તેના સાથી ખેલાડીઓની હરકતોને કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પુજારાની ગણતરી ટીમ ઈન્ડિયા (Team India) ના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

પુજારા સસેક્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે

પુજારા લાંબા સમયથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી સસેક્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે સસેક્સ પર 12 પોઈન્ટની પેનલ્ટી લગાવવામાં આવી છે જેના કારણે કેપ્ટન પૂજારા પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

બે વધારાના નિશ્ચિત દંડને કારણે સસેક્સને સજા આપવામાં આવી

ECB એ સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો બનાવ્યા છે કે ખેલાડીઓ વ્યાવસાયિક વલણ અપનાવે. આ સિઝનમાં સસેક્સ પર ચાર વખત ફિક્સ્ડ પેનલ્ટી લગાવવામાં આવી છે જેના કારણે સસેક્સના કેપ્ટનને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. ECBએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે 13 સપ્ટેમ્બરે લેસ્ટર સામે બે વધારાના નિશ્ચિત દંડને કારણે સસેક્સને આ સજા આપવામાં આવી છે. ECBએ જણાવ્યું છે કે આ મેચ પહેલા તેના ખાતામાં પહેલાથી જ બે નિશ્ચિત દંડ હતા.

આ પણ વાંચો : Breaking News : ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રાહુલ કરશે કપ્તાની, અશ્વિનની વાપસી

આ ખેલાડીઓએ ભૂલ કરી હતી

કાઉન્ટીએ ECB દ્વારા સસેક્સને આપવામાં આવેલી સજા સ્વીકારી લીધી છે. સસેક્સે તેમના નિવેદનમાં કહ્યું છે કે ટીમના ખેલાડીઓ ટોમ હેન્સ અને જેક કાર્સનને ખરાબ વર્તનને કારણે ટીમના મુખ્ય કોચ પોલ ફેબ્રાસ દ્વારા પસંદગી માટે ઉપલબ્ધ ગણવામાં આવ્યા ન હતા. લિસ્ટર સામે જે બન્યું તે પછી, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એરી કર્વેલાસને બહાર રાખવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">