Breaking News : ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રાહુલ કરશે કપ્તાની, અશ્વિનની વાપસી
વનડે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની અંતિમ સીરિઝ ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં યોજાશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે રમાશે. પ્રથમ બે મેચમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે જ્યારે ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે.
ઓસ્ટ્રેલિયા (Australia) સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ બે મેચમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે જ્યારે ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વાપસી કરશે. વિરાટ કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓને પણ પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ODI ટીમમાં પરત ફર્યો છે અને હવે તે વર્લ્ડ કપ ટીમમાં પણ જોવા મળી શકે છે.
પ્રથમ 2 વનડે માટે ટીમ ઈન્ડિયા:
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર
Squad for the 1st two ODIs:
KL Rahul (C & WK), Ravindra Jadeja (Vice-captain), Ruturaj Gaikwad, Shubman Gill, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, Ishan Kishan (wicketkeeper), Shardul Thakur, Washington Sundar, R Ashwin, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh…
— BCCI (@BCCI) September 18, 2023
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર , અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
શા માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો ?
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે, વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ મળ્યો છે. તમામ સિનિયર ખેલાડીઓ સતત રમી રહ્યા છે, તેથી તેમને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે, અને જે ખેલાડીઓને એશિયા કપમાં તક મળી નથી તેમની અહીં કસોટી કરવામાં આવી છે.
Coming next #INDvAUS
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia pic.twitter.com/Jl7bLEz2tK
— BCCI (@BCCI) September 18, 2023
અમારા ખેલાડીઓ તૈયાર : રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમારા તમામ ખેલાડીઓ તૈયાર છે, છેલ્લી મેચમાં સિનિયર ખેલાડીઓ વાપસી કરશે અને ત્યાર બાદ બે પ્રેક્ટિસ મેચમાં પણ લયમાં આવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
ઓસ્ટ્રેલિયા ટીમની ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, શોન એબ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.
આ પણ વાંચો : R Ashwin: વર્લ્ડ કપ ટીમમાં ચેમ્પિયન ખેલાડીની થશે એન્ટ્રી ! ગેમ ચેન્જર્સ સાબિત થશે આ નિર્ણય ?
મેચો ક્યારે અને ક્યાં થશે?
22 સપ્ટેમ્બર: મોહાલી, બપોરે 1.30 કલાકે
24 સપ્ટેમ્બર: ઈન્દોર, બપોરે 1.30 કલાકે
27 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્ર, બપોરે 1.30 કલાકે