AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs SRH IPL Match Result: ધોનીએ ફરી કેપ્ટનશીપ સંભાળતા જ ચેન્નાઈનુ બદલાયુ કિસ્મત, હૈદરાબાદ સામે 13 રને જીત

Chennai Super Kings vs Sunrisers Hyderabad IPL Match Result: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન ખરાબ રહી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ધોનીએ ફરી ચેન્નાઈની આગેવાની સંભાળી હતી. આ સાથે જ ટીમને જીત પણ મળી છે

CSK vs SRH IPL Match Result: ધોનીએ ફરી કેપ્ટનશીપ સંભાળતા જ ચેન્નાઈનુ બદલાયુ કિસ્મત, હૈદરાબાદ સામે 13 રને જીત
MS Dhoni એ આગેવાની સંભાળવા સાથે જીત અપાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 11:10 PM
Share

IPL 2022 ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ આ મેચને શાનદાર રીતે જીતી લીધી હતી. જાડેજાના બદલે ધોની (MS Sdhoni) એ ફરીથી ચેન્નાઈની આગેવાની સંભાળતા જ જાણે કે ચેન્નાઈની ગાડી જીતના પાટે ચડી હોય એમ લાગે છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઈએ 2 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 202 રનનો સ્કોર હૈદરાબાદ સામે ખડક્યો હતો. ચેન્નાઈનો ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) 1 રન માટે શતક ચુક્યો હતો. જવાબમાં હૈદરાબાદે લક્ષ્યને પાર કરવા માટે પ્રયાસ સારો કર્યો હતો. નિકોલસ પૂરનની અડધી સદી વડે હૈદરાબાદે 189 રનનો સ્કોર કર્યો હતો, પરંતુ લક્ષ્ય 13 રન દુર રહી ગયુ હતુ.

હૈદરાબાદની ઓપનીંગ જોડીએ જબરદસ્ત શરુઆત આપી હતી. બંને ઓપનરોએ અડધી સદીની પાર્ટનરશીપ કરી હતી. 58 રનનો સ્કોર હતો ત્યારે અભિષેક શર્માના રુપમાં હૈદરાબાદે પ્રથમ વિકેટ ગુમાવી હતી. અભિષેક સેટ થઇ ચુક્યો હતો પરંતુ મુકેશ ચૌધરીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. અભિષેકે 24 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કેન વિલિયમસને પણ 47 રનની ઈનીંગ રમી હતી. તેણે 37 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદ થી આ રન કર્યા હતા.

પૂરનની લડાયક ઈનીંગ

અંતમાં નિકોલસ પૂરને લડાયક ઈનીંગ રમી હતી, તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. તે 33 બોલમાં 64 રન ફટકારી ટીમને લક્ષ્યની નજીક પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લક્ષ્ય થોડાક માટે દુર રહી ગયુ હતુ. તેમે ઈનીંગમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠી શૂન્યમાં આઉટ થયો હતો. તે ત્રીજા ખેલાડી તરીકે મેદાનમાં આવ્યો હતો અને તે પહેલા જ બોલ પર મુકેશનો શિકાર થયો હતો. એઈડન માર્કરમે ત્યાર બાદ કેપ્ટન કેન સાથે મળીને ટીમની જરુરી સરેરાશ જાળવી રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 10 બોલમાં 17 રન કર્યા હતા અને ટુંકા પ્રયાસમાં જ તે 2 છગ્ગા ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. શશાંક સિંહે 14 બોલમાં 15 રનની ઈનીંગ રમી હતી.

આ પણ વાંચો : Sabarkantha: બાળ દોસ્તો પોલીસ મથક પહોંચી કર્યુ પ્રમાણિકતાનુ કાર્ય, ટાબરીયા ગેંગે ઈમાનદારીનુ ઉદાહરણ પુરુ પાડતા ગર્વ થયો

આ પણ વાંચો : Arvalli: ક્વોરી ઉદ્યોગે બ્લેક ટ્રેપનો સપ્લાય બંધ કર્યો, અમદાવાદ-ગાંધીનગરના કન્સ્ટ્રકશન બિઝનેશ પર ઉતરી શકે છે મુશ્કેલી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">