AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs MI IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સનો 5 વિકેટ ચેન્નાઈ સામે વિજય, CSK ની પ્લેઓફની રહી સહી આશા સમાપ્ત

Chennai Super Kings vs Mumbai Indians IPL Match Result: મુંબઈ પહેલાથી જ પ્લેઓફની બહાર છે, પણ હવે ચેન્નાઈનો પણ રહ્યો સહ્યો ખેલ બગાડી દીધો છે. પહેલા તો 97 માં ચેન્નાઈને સમેટી લીધુ અને બાદમાં તેને હાર આપી

CSK vs MI IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સનો 5 વિકેટ ચેન્નાઈ સામે વિજય, CSK ની પ્લેઓફની રહી સહી આશા સમાપ્ત
તિલક વર્માએ અણનમ ઈનીંગ રમી મુંબઈને જીત સુધી પહોંચાડ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 10:51 PM
Share

IPL 2022 ની 59મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (Chennai Super Kings vs Mumbai Indians) વચ્ચે રમાઈ હતી. મુંબઈએ ચેન્નાઈએ 15 મી ઓવરમાં જ લક્ષ્ય પાર કરીને 5 વિકેટ થી હાર આપી હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઈએ કંગાળ રમતનુ પ્રદર્શન 16 ઓવરમાં જ 97 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. જવાબમાં રન ચેઝ કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમે પણ પ્રથમ ઓવરમાં જ ઓપનર ઈશાન કિશનની સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા પણ ઝડપથી પરત ફર્યો હતો. મુંબઈને અંતમાં ટિમ ડેવિડે વિજયી છગ્ગો ફટકારી જીત અપાવી હતી.

ઓપનીંગ જોડી ચેન્નાઈની માફક મુંબઈની પણ ઝડપથી તુટી ગઈ હતી. ઈશાન કિશન ટીમના 6 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. જે 6 રન તેના જ બેટ વડે આવ્યા હતા. તેણે 5 બોલનો સામનો કર્યો હતો. મુકેશ ચૌધરીએ તેને ધોનીના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બીજી વિકેટના રુપમાં રોહિત શર્મા આઉટ થયો હતો. સિમરજીત સિંહે રોહિત શર્માનો શિકાર કર્યો હતો. તેણે ધોનીના હાથમાં રોહિતને કેચ આઉટ કરાવ્યો હતો. રોહિતે 14 રન 18 બોલનો સામનો કરીને બનાવ્યા હતા.

જોકે સ્થિતી મુંબઈની પણ ચેન્નાઈની માફક પાતળી થઈ ગઈ હતી. પાવર પ્લેમાં મુંબઈ માત્ર 36 રન બનાવી શક્યુ હતુ અને 4 વિકેટ ગુમાવી દીધી હતી. ડેનિયલ સેમ્સ 6 બોલનો સામનો કરીને 1 રન કર્યો હતો. જ્યારે ડેબ્યૂ કરનારા ટ્રિસ્ટન સ્ટ્બ્સ શૂન્ય રને જ આઉટ થયો હતો. તે મુકેશ ચૌધરીનો શિકાર થયો હતો.

બાદમાં સ્થિતી તિલક વર્મા અને ઋતિક શોકિને સંભાળી હતી. બંને વચ્ચે 47 બોલમાં 48 રનની ભાગીદારી નોંધાઈ હતી. શોકીન 23 બોલનો સામનો કરીને 18 રન નોંધાવી આઉટ થયો હતો. તેને મોઈન અલીએ બોલ્ડ કર્યો હતો. તિલક વર્માએ 32 બોલમાં 34 રનની અણનમ ઈનીંગ રમી હતી અને ટીમને જીત સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટિમ ડેવિડે 2 છગ્ગા જમાવી 16 રન નોંધાવ્યા હતા.

મુકેશ ચૌધરીએ મુંબઈની ચિંતા વધારી હતી

મુંબઈને મુશ્કેલી અનુભવાઈ હતી પરંતુ બાદમાં સ્થિતી સુધારી લેવાઈ હતી. મુકેશ ચૌધરીએ મુસીબત મુંબઈને માટે નોંતરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સિમરજીત સિંહે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ એક વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈની આવી હતી ઈનીંગ

ચેન્નાઈએ કંગાળ રમતનુ પ્રદર્શન કર્યુ હતુ અને પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી તેનો આ સિલસિલો અટક્યો નહોતો અને પાવર પ્લેમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ડેનિયલ સેમ્સ ચેન્નાઈ માટે કાળ બન્યો હતો અને તેણે જ શરુઆતમાં 3 વિકેટ ઝડપી હતી. 16 ઓવરમાં જ ચેન્નાઈ 97 રન બનાવીને સમેટાઈ ગયુ હતુ. 39 ના આંકડા સુધીમાં તો 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઈનીંગની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ ઓપનર ડેવેન કોનવે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. તેના બાદ મોઈન અલી પણ શૂન્ય રન પર જ પરત ફર્યો હતો.

કેપ્ટન ધોનીએ અણનમ લડાયક ઈનીંગ રમી હતી. તેણે 33 બોલમાં 36 રનની ઈનીંગ રમી હતી. તેણે આ દરમિયાન 2 છગ્ગા અને 4 ચોગ્ગા પણ જમાવ્યા હતા. રોબિન ઉથપ્પા ત્રીજી વિકેટના રુપમાં માત્ર 1 રન નોંધાવી આઉટ થયો હતો. અંબાતી રાયડુ 10 રન કર્યા હતા. શિવમ દુબે એ પણ 10 અને ડ્વેન બ્રાવોએ 12 રન નોંધાવ્યા હતા. સિમરજીત સિંહ 2 રન, મહિષ તિક્ષણા શૂન્ય અને મુકેશ ચૌધરી 4 રન કરીને આઉટ થયા હતા.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">