CCL 2023: બંગાળ ટાઈગર્સ સામેની મેચમાં કિચ્ચા સુદીપનુ ગજબનુ સ્ટંપિગ, ખૂબ વાયરલ થયો Video
Celebrity Cricket League 2023: 8 જુદી જુદી ભાષાના ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીઝના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગ રમાઈ રહી છે. જેમાં સ્ટાર અભિનેતાઓ હિસ્સો લઈ રહ્યા છે.

સેલિબ્રિટી ક્રિકેટ લીગ શરુ થઈ ગઈ છે. વિશ્વમાં હાલમાં પ્રોફેશલ ક્રિકેટ લીગો અનેક દેશમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી વધવા લાગી છે. ફિલ્મ અને ટીવી ઈન્ડિસ્ટ્રીઝના કલાકારો પણ હવે ક્રિકેટ લીગમાં હિસ્સો લઈ રહ્યા છે. જોકે આ લીગમાં પ્રોફેશલ ક્રિકેટરોને નહીં પરંતુ કલાકારોને સ્થાન આપવામાં આવે છે. કર્ણાટક બુલડોઝર્સ ને બંગાળ ટાઈગર્સ વચ્ચે શનિવારે ટુર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં સુદીપે એક ગજબનુ સ્ટંમ્પીગ કર્યુ હતુ.
કિચ્ચા સુદીપે બંગાળ ટાઈગર્સના બેટર સામે કરેલુ આ સ્ટંપીગ મજેદાર હતુ. હવે આ વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. સુદીપના ફેન્સ અને ક્રિકેટના ચાહકો પણ આ વિડીયોને ખૂબ પસંદ કર્યો હતો.
ખૂબ વાયરલ થયો વિડીયો
સુદીપે વિકેટકીપંગીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સુદીપ આ પહેલા કર્ણાટક બુલડોઝર્સની ટીમનુ સુકાન સંભાળી રહ્યો હતો. સુદીપે વિકેટકીંપગ કરવા દરમિયાન આ મજેદાર સ્ટંપીંગ કર્યુ હતુ. જેમાં તે ઘૂંટણના બળ પર મેદાન પર બેસી ગયો હતો અને બેટરને પોતાનો શિકાર કરવા માટે પ્રયાસ કર્યો હતો.
વિકેટકીપીંગ દરમિયાન સ્ટંપીંગ થવાના ડરથી બેટર પણ ઝડપથી ક્રિઝમાં પરત ફર્યો હતો અને તે લાંબો ચત્તો થઈ ગયો હતો. પરંતુ સહેજ તે પાછો ઉઁચો થઈ ક્રિઝની બહાર નિકળવાનો લાગતા જ સુદીપે ગિલ્લીઓ ઉડાવી દીધી હતી. સ્ટંપીંગ કર્યાની અપિલ તેણે ઉભા થઈને કરી હતી. જોકે તેની અપિલ અંપાયરે નકારી દીધી હતી. કારણ કે સમયસર જ બેટર ક્રિઝમાં પરત ફર્યો હતો. જોકે સુદીપની ચપળતાએ ફેંસને ખૂબ ખુશ કરી દીધા હતા. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે.
Orey 🥺🥺😭😭#CCL2023 pic.twitter.com/yOJzc61Fsx
— T₳₳RᴜN (@TarunRajKumrTRK) February 18, 2023
સુપર સ્ટારનો પ્રેરણાત્મક જુસ્સો
મેદાનમાં સુપર સ્ટાર કિચ્ચા સુદીપ શાનદાર પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. તેણે અન્ય ખેલાડીઓનો જુસ્સો વધારવા રુપ પ્રેરણા દર્શાવી રહ્યો છે. સુપર સ્ટાર પોચાની ટીમ માટે શાનદાર ઉદાહરણ દર્શાવતો નજર આવ્યો હતો.
કર્ણાટકનો બંગાળ સામે શાનદાર વિજય
શાનદાર રમત વડે કર્ણાટક બુલડોઝર્સે સેલિબ્રિટી ક્રિકેટ લીગની ઓપનીંગ મેચમાં વિજય મેળવ્યો હતો. કર્ણાટકે બંગાળ ટાઈગર્સને 8 વિકેટથી હરાવ્યુ હતુ. આમ કર્ણાટકે લીગમાં શાનદાર વિજય વડે અભિયાનની શરુઆત કરી હતી.