Umran Malik ને લઇને કેપ્ટન રોહિત શર્માએ કહી મહત્વની વાતઃ તે અમારી યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે

|

Jul 07, 2022 | 12:50 PM

IND Vs ENG: ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ઉમરાન મલિક વિશે વાત કરી છે. જોકે, ટીમ ઈન્ડિયામાં ઉમરાન મલિકની ભૂમિકા હજુ નક્કી થઈ નથી.

Umran Malik ને લઇને કેપ્ટન રોહિત શર્માએ કહી મહત્વની વાતઃ તે અમારી યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે
Rohit Sharma and Umran Malik (PC: Twitter)

Follow us on

ટીમ ઇન્ડિયા હાલ ઇંગ્લેન્ડ સામે ટી20 સીરિઝની તૈયારી કરી રહી છે. ત્યાર બાદ વન-ડે શ્રેણીની તૈયારીમાં લાગી જશે. ત્યારે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ઉમરાન મલિક (Umran Malik) ના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ ઉમરાન મલિક ખરાબ શરૂઆત છતાં ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા (Team India) ની યોજનાનો હિસ્સો રહેશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને શ્રેષ્ઠ યુવા પ્રતિભા ગણાવ્યો છે.

રોહિત શર્માએ ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયાની યોજનાનો એક ભાગ જણાવ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ઉમરાન અમારી યોજનાનો એક ભાગ છે. અમે તેને જરૂરી સમજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એક સમય એવો આવશે જ્યારે અમે આ ખેલાડીઓને તક આપીશું. ઉમરાન મલિક તેમાંથી એક છે. અમે આ બધું T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરવા માંગીએ છીએ.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, ઉમરાન એક શાનદાર બોલર છે. અમે આઈપીએલમાં જોયું છે કે તે કેટલી ઝડપી બોલિંગ કરી શકે છે. આ રોલ ઉમરાન મલિકને આપવાની વાત ચાલી રહી છે. અમારે એ જોવાનું છે કે શું અમે તેને નવા બોલથી શરૂઆત કરાવીએ છીએ કે મધ્ય ઓવરોમાં તેનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તમે ફ્રેન્ચાઈઝી માટે રમો છો, ત્યારે તમારી ભૂમિકા અલગ હોય છે.”

 

 

 

ફરી સુકાની બનશે રોહિત શર્મા

રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યું છે કે, તેની નજર ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર છે. રોહિત શર્માએ કહ્યું કે અમારી પાસે ઘણા યુવા ખેલાડીઓ છે અને તેમને દેશ માટે રમવાની તક આપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કોવિડ-19 પોઝિટિવ હોવાના કારણે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટનો ભાગ બની શક્યો ન હતો. જો કે રોહિત શર્મા હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે T20 શ્રેણીમાં ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

ભારત અને ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ: રોહિત શર્મા (સુકાની), ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.

ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (સુકાની), મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, રિચાર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યુ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

Next Article