ICC Test Ranking : પાકિસ્તાની સ્પિનરે જસપ્રીત બુમરાહની ચિંતા વધારી, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં થઈ ઉથલપાથલ

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ ભલે ટોપ પર હોય પરંતુ તેને 39 વર્ષીય સ્પિનર ટક્કર આપી રહ્યો છે. વાત એમ છે કે, 39 વર્ષીય પાકિસ્તાની સ્પિનર બુમરાહના સ્થાનની નજીક પહોંચી ગયો છે.

ICC Test Ranking : પાકિસ્તાની સ્પિનરે જસપ્રીત બુમરાહની ચિંતા વધારી, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં થઈ ઉથલપાથલ
Image Credit source: PTI
| Updated on: Oct 22, 2025 | 6:54 PM

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. જો કે, તેને પાકિસ્તાની સ્પિનર જોરદાર ટક્કર આપી રહ્યો છે. જણાવી દઈએ કે, પાકિસ્તાની સ્પિનરે દક્ષિણ આફ્રિકા સામે સારી બોલિંગ કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં પાકિસ્તાની સ્પિનરે શાનદાર બોલિંગ કરીને 10 વિકેટ લીધી. આ બોલરે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ગજબની છલાંગ લગાવી છે.

કોણ છે આ પાકિસ્તાની સ્પિનર?

પાકિસ્તાનનો સ્ટાર સ્પિનર ​​નૌમાન અલી ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહ 882 રેટિંગ સાથે રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે નૌમાન અલી 853 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી ત્રીજા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ ચોથા સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા પાંચમા સ્થાને છે. છઠ્ઠાથી નવમા સ્થાન પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું વર્ચસ્વ છે. જોશ હેઝલવુડ છઠ્ઠા સ્થાને, સ્કોટ બોલેન્ડ સાતમા સ્થાને, નાથન લિયોન આઠમા અને મિશેલ સ્ટાર્ક નવમા સ્થાને છે.

નૌમાન અલીએ 15.21 ની સરેરાશથી 52 વિકેટ લીધી

લાહોરમાં પહેલા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં, નૌમાન અલીએ દક્ષિણ આફ્રિકાની 10 વિકેટમાંથી 6 વિકેટ લીધી. તેણે 35 ઓવરમાં 112 રન આપ્યા હતા. જુલાઈ 2023 પછી આ પાંચમી વખત છે, જ્યારે નૌમાન અલીએ 6 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 15.21 ની સરેરાશથી 52 વિકેટ લીધી છે.

ક્યારે કર્યું ડેબ્યૂ?

વર્ષ 2021 માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર નૌમાન અલીએ તેની 20 મેચની કારકિર્દીમાં 10મી વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. તેણે ત્રણ વખત એક મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. 39 વર્ષીય પાકિસ્તાની સ્પિનરે અત્યાર સુધીમાં પાકિસ્તાન માટે 20 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 38 ઇનિંગ્સમાં 93 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: BAN vs WI: ઇતિહાસના પન્ને લખાશે ‘વેસ્ટ ઈન્ડિઝ’નું નામ! ક્રિકેટ જગતમાં પહેલાં ક્યારેય ન જોયેલી સિદ્ધિ હાંસલ કરી, ભારતના નામે પણ આ રેકોર્ડ નથી

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો