
આગામી IPL સિઝન શરુ થતા પહેલા વિરાટ કોહલીએ RCB ની પોતાની મનપસંદ ઓલ-ટાઈમ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. આ ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ટીમ માટે વર્ષો સુધી સારો દેખાવ કર્યો હતો. RCB એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોહલીની વીડિયો શેર કર્યો હતો.
કિંગ કોહલીએ ઓલ ટાઈમ RCB-11 માં ઓપનિંગ માટે પોતાનું અને વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ પસંદ કર્યું છે. બંને ખેલાડીઓએ RCB માટે ઘણા મહત્વપૂર્ણ રન બનાવ્યા છે અને ટીમને ઘણી જીત પણ અપાવી છે. બંનેની જોડી IPL ઈતિહાસની સૌથી આક્રમક ઓપનિંગ જોડી માનવામાં આવે છે.
ત્રીજા ક્રમે કોહલીએ ટીમના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સને સ્થાન આપ્યું છે. એબી ડી વિલિયર્સ લાંબા સમય સુધી RCB માટે મેચ વિનર ખેલાડી રહ્યો હતો અને તેમની બેટિંગને ચાહકોને ખૂબ પસંદ હતી. એબી ડી વિલિયર્સની ભારત, બેંગ્લોર અને RCB ફેન્સમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઓલ-ટાઈમ પ્લેઈંગ ઈલેવનમાં એબી ડી વિલિયર્સ વિના RCB અધૂરી છે.
Top-order
Middle-order
Pace attack ❤️❤️
Spin-twinsFind out who breaks into King Kohli’s all-time RCB XI
This is @bigbasket_com presents RCB Bold Diaries.
PS: This video was recorded at the start of the IPL 2025 season. #PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/6uVeCFjegR
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 16, 2026
મિડલ ઓર્ડરમાં કોહલીએ કેએલ રાહુલને ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. કેએલ રાહુલે પોતાના શરૂઆતના IPL સિઝનમાં RCB માટે સારું પ્રદર્શન કર્યું હતું. પાંચમાં ક્રમે IPL 2025 ની વિજેતા RCB ટીમના કેપ્ટન રજત પાટીદારને સ્થાન આપ્યું છે જ્યારે છઠ્ઠા ક્રમે અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને વિકેટકીપર બેટ્સમેન તરીકે સામલે કર્યો છે.
સાતથી અગિયારમાં ક્રમે બોલિંગ વિભાગમાં પણ કોહલીએ મજબૂત ખેલાડીઓ પસંદ કર્યા છે. ફાસ્ટ બોલર તરીકે મિચેલ સ્ટાર્ક, ડેલ સ્ટેન અને હર્ષલ પટેલને ટીમમાં સામલે કર્યા છે. આ બોલરો RCB માટે ઘણી મેચોમાં અસરકારક સાબિત થયા હતા.
સ્પિન બોલિંગ માટે કોહલીએ અનિલ કુંબલે અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપ્યું છે. બંને બોલરો RCB માટે ખૂબ જ સફળ રહ્યા છે. કોહલીની આ ટીમ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Published On - 3:44 pm, Mon, 16 March 26