
IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ પર નવ વિકેટથી શાનદાર જીત મેળવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફ માટે મજબૂત દાવેદાર બની ગઈ છે. વિરાટ કોહલીએ પણ આ મેચમાં એક ટૂંકી પરંતુ મજબૂત ઈનિંગ રમી. વિરાટ આ સિઝનમાં અત્યાર સુધી સારા ફોર્મમાં છે. મેચ પછી જ્યારે વિરાટ કોહલી હોટેલ પહોંચ્યો ત્યારે તેના એક નાના ચાહકે તેણે બોલાવ્યો પણ કોહલીએ તેના તરફ જોયું પણ નહીં, જે બાદ આ બાળક ખૂબ નિરાશ થયો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક બાળક ટીમ હોટલની બહાર એક બેટ લઈને ઊભું હતું અને વિરાટ કોહલીનો ઓટોગ્રાફ લેવાની આશામાં વારંવાર કોહલીને બોલાવી રહ્યો હતો. ત્યારબાદ કોહલી ભારે સુરક્ષા વચ્ચે ટીમના બાકીના ખેલાડીઓ સાથે હોટેલમાં પ્રવેશતો જોવા મળ્યો. બાળકના બોલાવવા છતાં, વિરાટ ઓટોગ્રાફ બેટ પર સહી કરવા માટે રોકાયો નહીં અને આગળ વધ્યો. કોહલીએ ઈયરફોન પહેર્યા હતા, જેના કારણે કદાચ તેણે નાના ચાહક પર ધ્યાન આપ્યું ન હતું.
ત્યારબાદ નિરાશ બાળકે ગુસ્સાથી પોતાનું બેટ ફેંક્યું અને રડી પડ્યો. બાળકની નિરાશા અને આંસુ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. એ નોંધવું જોઈએ કે બધી IPL ટીમો ટીમ હોટલમાં તેમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે કડક પ્રોટોકોલનું પાલન કરે છે જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે. ક્રિકેટરોને સામાન્ય રીતે ટીમ હોટલમાં ચાહકો તરફથી સેલ્ફી કે ઓટોગ્રાફ લેવાની વિનંતીઓનો ઈનકાર કરવાની સલાહ પણ આપવામાં આવે છે.
Virat Kohli Little fan broke down
Virat kohli ignored this little fan who was waiting to get his autograph
Wait for that child frustration pic.twitter.com/BszA4JX5NW
— Jeet (@JeetN25) April 27, 2026
દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચ ફક્ત RCBની જીત માટે જ નહીં પરંતુ વિરાટ કોહલીની મોટી સિદ્ધિ માટે પણ ખાસ હતી. વિરાટ કોહલીએ અણનમ 23 રન બનાવ્યા અને આ મેચ દરમિયાન IPLના ઈતિહાસમાં 9,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ફક્ત 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, અને RCBએ ફક્ત 6.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.