AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL 2026માં આજે સિઝનના 40 મા મુકાબલામાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે PBKS આ મેચમાં પહેલા બેટિંગ કરશે. PBKS આ સિઝનની આઠમી અને RR નવમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
PBKS vs RR
| Updated on: May 06, 2026 | 3:55 PM
Share

IPL ની 19 મી સિઝનની 40 મી મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંઘ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

રિયાન પરાગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિયાન પરાગે કહ્યું કે વિકેટ સારી લાગે છે, પણ વાદળછાયું વાતાવરણ છે અને થોડો વરસાદ પણ હતો, તેથી શરૂઆતમાં થોડી ભેજ છે અને અમે જલ્દી વિકેટો લેવાનો પ્રયાસ કરીશું. અમે આજે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. હેટમાયરની જગ્યાએ દાસુન શનાકા અને રવિ બિશ્નોઈની જગ્યાએ યશ રાજ પુંજા આજની મેચમાં રમશે.

શ્રેયસ અય્યરે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે અમને પણ પહેલા બોલિંગ કરવાનું ગમ્યું હોત. વરસાદના કારણે વિકેટ બે દિવસ માટે ઢંકાયેલી હતી. આશા છે પિચથી પહેલા બેટિંગમાં મદદ મળશે. અમે પણ ટીમમાં બે ફેરફાર કર્યા છે. શશાંકની જગ્યાએ સૂર્યાંશ શેડગે અને ઝેવિયર બાર્ટલેટની જગ્યાએ લોકી ફર્ગ્યુસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, સૂર્યાંશ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશક, ઝેવિયર બાર્ટલેટ, હરપ્રીત બ્રાર, મુશીર ખાન.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ઈમ્પેક્ટ સબ્સ: રવિ બિશ્નોઈ, રવિ સિંહ, તુષાર દેશપાંડે, શુભમ દુબે, શિમરોન હેટમાયર.

Breaking News : BCCIએ પંજાબ કિંગ્સની જર્સીમાં આ જર્સી પર કેમ મૂક્યો પ્રતિબંધ? ટીમની માલકિન પ્રીતિ ઝિન્ટાએ કર્યો ખુલાસો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">