
ભારતીય ક્રિકેટ માટે મંગળવાર 6 ઓક્ટોબરનો દિવસ ખુબ વ્યસ્ત રહેવાનો છે. આ દિવસે ભારતની અલગ અલગ 3 ટીમ મેદાનમાં ઉતરશે. 2 મેચમાં ભારતના મોટા ખેલાડીઓ જોવા મળશએ. જ્યારે એક મેચમાં યુવા ખેલાડીઓ રમતા જોવા મળશે.
ભારતીય ક્રિકેટ ટીમ શ્રેયસ અય્યરની આગેવાનીમાં 5 ટી20 મેચની સીરિઝની શરુઆત કરશે. આ મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાશે. પહેલી મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7 કલાકે રમશે. મેચના અડધા કલાક પહેલા બંને કેપ્ટનો ટોસ કરશે.સીરિઝની પહેલી ટી20 મેચ મંગળવાર 6 ઓક્ટોબરના રોજ લખનૌમાં રમાશે. આ મેચ માત્ર સીરિઝમાં લીડ વધારવા માટે મહત્વની નથી. પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરની પાસે એક અનોખો ઐતિહાસિક રેકોર્ડ પોતાને નામ કરવાની પણ સુવર્ણ તક છે.
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, કુલદીપ યાદવ,રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર
આ મોટી મેચ સિવાય વનડે ફોર્મેટમાં ભારતીય ધુરંધરો મેદાન પર રમવા ઉતરશે. આ મેચમાં આરસીબીને 2 વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રજત પાટીદાર પણ રમતો જોવા મળશે. ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પેડ્ડિકલ, સાંઈ સુદર્શન જેવા ખેલાડીઓ આ ટીમનો ભાગ છે. ભારતીય એ ટીમ અને ઓસ્ટ્રેલિયા એ ટીમ વચ્ચે 3 અનૌપચારિક વનડે મેચની સીરિઝની શરુઆત 6 ઓક્ટોમ્બરથી થઈ રહી છે. આ મેચ પોડુચેરીમાં રમાશે. ભારતીય સમયઅનુસાર આ મેચ બપોરના 2 કલાકથી શરુ થશે. આ ડે નાઈટ મેચ હશે.
દિવસની શરુઆત ભારતની પુરુષ અંડર 19 ટીમ 19 ટીમ વિરુદ્ધ પોતાની અનૌપચારિક ટેસ્ટ મેચના બીજા દિવસથી કરશે. રમતના પહેલા દિવસે ભારતીય અંડર 19 કાંગારુએ પોતાનો કબ્જો જમાવી રાખ્યો છે. દિવસની રમત પૂર્ણ થવા પર ભારતનો સ્કોર 38 રનમાં 2 વિકેટના નુકસાન પર છે. આ પહેલા ભારતીય બોલરે કહેર મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ 174 રન પર ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસની શરુઆત નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડમાં સાડા 9 કલાકથી શરુ થશે.