Breaking News: ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન સહિત 5 ખેલાડીઓનું પત્તું કપાયું

ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન.

Breaking News: ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન સહિત 5 ખેલાડીઓનું પત્તું કપાયું
Team India
Image Credit source: X
| Updated on: Jul 06, 2026 | 8:05 PM

ઈંગ્લેન્ડના પ્રવાસ પછી, ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચની T20I અને ODI શ્રેણી માટે ઝિમ્બાબ્વે જશે. BCCI એ T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં પસંદગીકારોએ યશ ઠાકુર, અશોક શર્મા, પ્રભસિમરન સિંહ અને હર્ષ દુબે જેવા ખેલાડીઓને ડેબ્યૂની તક આપી છે. મોટા સમાચાર એ છે કે સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વધુમાં, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદરને બહાર કરવામાં આવ્યા છે. ઝડપી બોલર હર્ષિત રાણા પણ ટીમમાંથી બહાર છે.

ઝિમ્બાબ્વે T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા, ઈશાન કિશન, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ.

સંજુ સેમસન ટીમમાંથી બહાર

ઈંગ્લેન્ડ સામેની બીજી T20 દરમિયાન સંજુ સેમસનને પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના સ્થાને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ આપવામાં આવ્યું હતું. સંજુની બાદબાકી બાદ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. સંજુએ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો, પરંતુ હવે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

 

આ ખેલાડીઓનું ચમક્યું નસીબ

IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર વિકેટકીપર-બેટ્સમેન પ્રભસિમરન સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથના આ ઓપનરે 14 મેચમાં 510 રન બનાવ્યા હતા અને તેનો ઈકોનોમી રેટ લગભગ 170 હતો. IPL 2026માં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર અશોક શર્માને પણ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી છે.  અશોક શર્માએ પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા છે.  તેણે 154.2 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી હતી. ઓલરાઉન્ડર હર્ષ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 2024માં ડેબ્યૂ કરનાર મયંક યાદવને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણી

  • પહેલી T20 મેચ, 23 જુલાઈ, હરાર
  • બીજી T20 મેચ, 25 જુલાઈ, હરારે
  • ત્રીજી T20 મેચ, 26 જુલાઈ, હરારે

IND vs ENG: વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસન બંને રમશે ! આવી હશે ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવન

Published On - 7:58 pm, Mon, 6 July 26

Follow Us