
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં સોશિયલ મીડિયા પર ખરેખર કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ કરી શકાતો નથી. રવિવારે મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના મુકાબલામાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી, ત્યારે બંને ટીમોના ખેલાડીઓ દર્શાવતો એક વીડિયો વાયરલ થયો. વીડિયોમાં, એક પાકિસ્તાની ખેલાડી મેદાનની વચ્ચે ભારતીય બેટ્સમેન પર હુમલો કરતી જોઈ શકાય છે, જેના કારણે અમ્પાયર અને અન્ય ખેલાડીઓ વચ્ચે આવી બંનેને અલગ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે સરહદની બંને બાજુના ચાહકોએ પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ તો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે શું આ ઘટના ખરેખર બની હતી. જોકે, આ વીડિયો નકલી છે.
વાયરલ વીડિયો એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે, કારણ કે મેદાનમાં આવી કોઈ ઘટના બની નથી, જુઓ વાયરલ વીડિયો મેચ દરમિયાન એક પાકિસ્તાની ખેલાડી ભારતીય બેટ્સમેન પર હુમલો કરતો દેખાતો વાયરલ વીડિયો નકલી હતો અને તે AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો, આવી કોઈ ઘટના નોંધાઈ નથી.
Sherni #indvspak pic.twitter.com/21yjTnK1gi
— Sunil Gavaskar (@virender_swag) June 14, 2026
TV9 Gujarati આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ એક વાયરલ વીડિયો છે.
મેચની વાત કરીએ તો વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી હતી, રિચા ઘોષની વિસ્ફોટક બેટિંગ અને દીપ્તિની પાંચ વિકેટ મુખ્ય ભૂમિકાઓ હતી કારણ કે ભારતે રવિવારે બર્મિંગહામમાં પાકિસ્તાન સામે 64 રનની જીત સાથે ICC મહિલા T20 વર્લ્ડ કપ જીત સાથે શરુઆત કરી છે. દીપ્તિએ મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું, મારી મહેનતનો બધો શ્રેય ટીમને જાય છે, અને હું ખૂબ જ આભારી છું. હનુમાનજી મહાન છે.
આ હાઈવોલ્ટેજ મેચમાં મેચ જોવાનો પણ રેકોર્ડ તુટ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજ મેચમાં અત્યાર સુધીની સૌથી વધુ વિકેટ છે. દીપ્તિએ ટીમ ઈન્ડિયાને ચાહકો તરફથી મળેલા સમર્થન પર ખુશી વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું, “મને વિકેટ ન મળે તેની ચિંતા નહોતી, પરંતુ હું હંમેશા મારામાં વિશ્વાસ રાખું છું કે જ્યારે પણ યોગ્ય સમય આવશે, ત્યારે હું ટીમ માટે આગળ વધારીશ, અને આ રીતે હું રમીશ અને બોલિંગ કરીશ.”