AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ICC T20 WCમાં વાઈફ-ગર્લફ્રેન્ડ નહીં રહે સાથે, ફેમિલી સપોર્ટ પર BCCI નો આકરો નિર્ણય- સૂત્ર

ICC T20 વર્લ્ડ કપ દરમિાન ટીમ ઈન્ડિયાને BCCI તરફથઈ ઝટકો મળ્યો છએ. ખેલાડીઓને કહેવાયુ છે કે તેઓ ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન પરિવાર, વાઈફ કે ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે નહીં.

Breaking News: ICC T20 WCમાં વાઈફ-ગર્લફ્રેન્ડ નહીં રહે સાથે, ફેમિલી સપોર્ટ પર BCCI નો આકરો નિર્ણય- સૂત્ર
| Updated on: Feb 10, 2026 | 5:23 PM
Share

ICC T20 વર્લ્ડ કપ 2026 ચાલી રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાને ઝટકો આપતા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર કેપ્ટન સૂર્યકુમાર યાદનની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ સમગ્ર વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન તેમના પરિવારને સાથે રાખવાની પરવાનગી માગી હતી, જેને BCCI એ ફગાવી દીધી છે. જો કે બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં નથી આવ્યુ પરંતુ કોચ ગૌતમ ગંભીરના કડક વલણને જોતા આ નિર્ણય ઘણો ચર્ચાનો વિષય બન્યો છે.

BCCI તેની પોલિસી પર કાયમ છે કે T20 વર્લ્ડ કપ કેમ્પેઈન દરમિયાન ખેલાડીઓને તેમના પરિવારસ સાથે રહેવાની છૂટ નહીં હોય. BCCI ના નિયમ મુજબ 45 દિવસથી વધુ ચાલનારી સિરીઝજ કે ટુર્નામેન્ટ માટે પરિવારના સદસ્ય ખેલાડી સાથે 14 દિવસ સુધી રહી શકે છે. જ્યારે નાની ટૂર માટે આ મર્યાદા ઘટાડીને માત્ર સાત દિવસ કરી દેવાઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ મેનેજમેન્ટે ક્રિકેટરોના પરિવારોને તેમની સાથે રહેવા દેવા અંગે સ્પષ્ટકા માગી હતી પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યુ કે પરિવાર ખેલાડીઓને સાથે રાખી શકશે નહીં. રિપોર્ટમાં સૂત્રના હવાલે જણાવાયુ છે કે પરિવાર ખેલાડીઓની સાથે રહેશે નહીં જો કે તેઓ ઈચ્છે તો તેના માટે અલગથી વ્યવસ્થા કરી શકે છે.

BCCI ઓફિશિયલ્સનું માનવુ છે કે પરિવારોના સાથે હોવાથી ખાસ કરીને વિદેશી અસાઈનમેન્ટ દરમિયાન ખેલાડીઓનું ધ્યાન ભટકી શકે છે અને તેમના પર્ફોર્મેન્સ પર અસર પડી શકે છે. આ ઉપરાંત, BCCI એ એક નિયમ બનાવ્યો છે. જે અંતર્ગત તમામ ખેલાડીઓને દરેક સમયે ટીમની સાથે યાત્રા કરવી પડશે.

ભારતે તેમના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત USA સામેની જીત સાથે કરી અને ગુરુવારે નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સાથે રમવાનું છે. જ બાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે રમશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ભારતની સિંધુ નદી નજીક બંધ બાંધવાની કામગીરીથી ફફડી ગયુ પાકિસ્તાન, ઈન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી તૈયારી

Follow Us
8 મહિલાઓ સહિત 22 જણા દારુની પાર્ટી માણતા ઝડપાયા
8 મહિલાઓ સહિત 22 જણા દારુની પાર્ટી માણતા ઝડપાયા
દ્વારકાધીશના મંદિરના શિખર પર ત્રિરંગી ધજા લહેરાવાઈ, જુઓ Video
દ્વારકાધીશના મંદિરના શિખર પર ત્રિરંગી ધજા લહેરાવાઈ, જુઓ Video
બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
g clip-path="url(#clip0_868_265)">