Breaking News :સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાઈ ગઈ, કોણ લેશે સ્થાન?

સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ આ ખેલાડીને ભારતની ટી20 કેપ્ટનશીપમાંથી દુર કરાશે.એટલું જ નહી ટીમ ઈન્ડિયામાં સિલેક્શન પણ થયું નથી. જાણો સમગ્ર મામલો

Breaking News :સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાઈ ગઈ, કોણ લેશે સ્થાન?
| Updated on: Jun 04, 2026 | 8:12 AM

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2026 જીત્યો છે અને હવે આ ખેલાડીને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવને ટી20 કેપ્ટનશીપથી દુર કરવામાં આવ્યો છે. આટલું જ નહી ટીમ ઈન્ડિયામાં પસંદગી પણ થઈ નથી. રિપોર્ટ છે કે, સૂર્યકુમાર યાદવના નામ પર સિલેક્શન માટે વિચાર કર્યો નથી. સૂર્યકુમાર યાદવ છેલ્લા એક વર્ષથી ખરાબ બેટિંગ ફોર્મમાં ઝઝુમી રહ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026માં પણ તેનું પ્રદર્શન મીડીયમ રહ્યું હતુ. તેમજ આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન સારું ન હતુ હવે તેનું ઈન્ટરનેશલ કરિયર લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

સૂર્યકુમાર યાદવ વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. તેમણે રોહિત શર્માનું સ્થાન લીધું હતુ. જેમણે ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. ત્યારે સૂર્યકુમાર યાદવ કેપ્ટન બન્યો હતો. તે ઈન્ટરનેશનલનો નંબર 1 બેટ્સમેન હતો. હાર્દિક પંડ્યા કરતાં તેને વધુ પસંદ કરવામાં આવ્યો, જે તે સમયે કેપ્ટનશીપ માટે નંબર વન દાવેદાર હતો. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ સતત 8 ટી20 સીરિઝ જીતી અને આ સાથે ભારતીય ટીમે 2025 એશિયા કપ પર કબ્જો કર્યો છે. ત્યારબાદ ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ પણ જીત્યો અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ સફળ સાબિત થઈ હતી.

સૂર્યકુમાર યાદવને કેમ કાઢવામાં આવ્યો?

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પ્રદર્શન તો સારું કર્યું પરંતુ બેટ્સમેન તરીકે સફળ રહ્યો ન હતો. વર્ષ 2024માં આ ખેલાડીએ 26.81ની સરેરાશથી 429 રન બનાવ્યા હતા. 2025માં તેના બેટમાંથી 19 ઈનિગ્સમાં 13.6ની સરેરાશથી 218 રન જ આવ્યા હતા. વર્ષ 2026માં આ ખેલાડીએ 44ની સરેરાશથી 484 રન બનાવ્યા પરંતુ ટી20 વર્લ્ડકપમાં આ ખેલાડી સારું કરી શક્યો ન હતો.

સૂર્યકુમાર યાદવના સ્થાને કોન બનશે કેપ્ટન?

સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપમાંથી દુર થઈ રહ્યો છે. તો તેનું સ્થાન કોણ લેશે. હાલમાં તેને લઈ સવાલો થઈ રહ્યા છે પરંતુ આ સવાલોનો જવાબ છે શ્રેયસ અય્યર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ અય્યર ટી20 ટીમમાં પરત ફરી શકે છે. તે આગામી ટી20 કેપ્ટન બની શકે છે. આ ખેલાડીએ કેપ્ટનની તરીકેની ક્વોલિટી સાબિત કરી છે. આમ તો નામ રજતપાટીદારનું પણ છે. જેમણે આરસીબીને સતત 2 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી છે.તેમજ બેટ્સમેન તરીકે પણ પોતાની તાકાત દેખાડી છે. ટીમ ઈન્ડિયા ટુંક સમયમાં નવા ટી20 કેપ્ટનની જાહેરાત કરી શકે છે.

સૂર્યાનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. આજે આપણે સૂર્યાની આ અદ્ભુત સફર વિશે વાત કરીશું જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us