
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આખરે એ જ કર્યું જે RCBના લાખો ચાહકો અપેક્ષા રાખતા હતા. RCBએ IPL 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વોલિફાયર 1 માં, RCBએ પંજાબને એકતરફી રીતે હરાવ્યું હતું.
જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને ફિલ સોલ્ટ બેંગલુરુની જીતના હીરો છે. હેઝલવુડ અને સુયશે શાનદાર બોલિંગ કરી અને 3-3 વિકેટ લીધી હતી. આ પછી, ફિલ સોલ્ટે 23 બોલમાં અડધી સદી ફટકારી અને પંજાબની ફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું. RCB 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પ્રવેશ્યું છે. આ ટીમ છેલ્લી વખત 2016માં ફાઈનલમાં પહોંચી હતી. જો કે 18 વર્ષમાં RCB ચોથી વખત IPLની ફાઈનલમાં પહોંચ્યું છે.
.
Through grit, grind, and some glorious cricket, we’re into the big one! pic.twitter.com/HkidnNOJIY
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
IPLના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે પ્લેઓફ મુકાબલામાં આટલી મોટી જીત નોંધાવી છે. RCBએ ક્વોલિફાયર-1 મેચ ફક્ત 10 ઓવરમાં જ જીતી લીધી હતી. બોલના સંદર્ભમાં પ્લેઓફમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી મોટી જીત છે.
RCBએ IPL પ્લેઓફ ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી છે. આ ટીમે 60 બોલ પહેલા મેચ જીતી લીધી હતી. ગયા વર્ષે, KKRએ ચેન્નાઈને 57 બોલ પહેલા હરાવ્યું હતું. આ પહેલા KKRએ 38 બોલ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
‘ ❤
Captain Rajat Patidar fittingly finishes off in style as #RCB are just one step away from the
Updates ▶ https://t.co/FhocIrg42l#PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/hXhslIqcDZ
— IndianPremierLeague (@IPL) May 29, 2025
હેઝલવૂડ, ભુવનેશ્વર, યશ દયાલ અને સુયશ શર્માની શાનદાર બોલિંગ સામે પંજાબની આખી ટીમ માત્ર 101 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. RCBએ ફક્ત 10 ઓવરમાં જ 102 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ફિલ સોલ્ટની આક્રમક ફિફ્ટીના દમ પર RCBએ યાદગાર જીત મેળવી હતી.
આ પણ વાંચો: IPL 2025 : શ્રેયસ અય્યરના પગ ધ્રુજી ગયા, આ બોલરને સામે જોઈ છોડી ગયો મેદાન
Published On - 10:17 pm, Thu, 29 May 25