
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દિલ્હીમાં એવોર્ડ એનાયત કર્યો હતો. રોહિત શર્માનો એવોર્ડ મેળવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, એવોર્ડ મેળવતા પહેલા રોહિત શર્માએ જે કર્યું તે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. રાષ્ટ્રપતિ ભવન પહોંચતા રોહિતની પત્નીએ તેને કારમાંથી બહાર ઉતાર્યો હતો. 23 જૂને આટલું પ્રતિષ્ઠિત સન્માન મેળવવું તેના માટે વધુ ખાસ છે, કારણ કે 19 વર્ષ પહેલા આ દિવસે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા માટે રોહિત શર્મા જોધપુરી સૂટ પહેરીને પહોંચ્યો હતો. આ કાળા સૂટમાં તે ખૂબ જ ડેશિંગ દેખાતો હતો. રોહિતની પત્ની રિતિકા પણ તેની સાથે હતી, જેણે એવોર્ડ મેળવ્યા પછી ઉભા થઈને તાળીઓ પાડી હતી. રોહિત શર્મા એવોર્ડ સ્વીકારવા માટે હોલમાં પ્રવેશતા જ તેણે પહેલા ગૃહમંત્રી અમિત શાહને નમન કર્યા અને પછી વડા પ્રધાન નરેન્દ્રને પ્રણામ કર્યું. પીએમ મોદીએ પણ રોહિતનું અભિવાદન સ્વીકાર્યું. ત્યારબાદ રોહિતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે જઈ હાથ જોડ્યા અને પદ્મ એવોર્ડ સ્વીકાર્યો.
પદ્મ પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કારો વિવિધ ક્ષેત્રોમાં દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા અને યોગદાન માટે આપવામાં આવે છે. રોહિત શર્માને એક પ્રમાણપત્ર, મેડલ અને એક પ્રતિકૃતિ એનાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે પદ્મશ્રી મેળવતા પહેલા રોહિત શર્માને અર્જુન પુરસ્કાર અને ખેલ રત્ન પણ મળી ચૂક્યા છે.
જ્યારે રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને લેવા માટે એક ખાસ કાર આવી હતી. પત્રકારોને મળતા મળતા રોહિત સૌથી પહેલા કારમાં બેસી ગયો. પછી, રિતિકાએ અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે કંઈક એવું બન્યું કે રોહિતને બહાર નીકળવું પડ્યું. પછી રિતિકા પહેલા અંદર ગઈ અને પછી રોહિત. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.