Breaking News : IPL 2026માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો કિંગ કોણ હશે? રેસ રોમાંચક બની

ઓરેન્જ કેપની રેસ ખુબ રસપ્રદ બની છે. તો પર્પલ કેપમાં પણ બરાબરીની ટકકર જોવા મળી રહી છે. હાલમાં ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો કિંગ કોણ બનશે. તેની ચર્ચા થઈ રહી છે. તો ચાલો જોઈએ કોણ છે સૌથી આગળ

Breaking News : IPL 2026માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો કિંગ કોણ હશે? રેસ રોમાંચક બની
| Updated on: May 19, 2026 | 9:01 AM

વૈભવ સૂર્યવંશી સિક્સ લગાવવામાં તો નંબર 1 પર છે. હવે તેની પાસે રનના મામલે સૌથી આગળ નીકળી ઓરેન્જ કેપ પહેરવાની તક છે. આ માટે વૈભવ સૂર્યવંશીએ 7 બેટ્સમેનને પાછળ છોડ્યા છે. જેઓ ઓરેન્જ કેપની રેસમાં તેનાથી આગળ હતા. આઈપીએલ 2026ની ઓરેન્જ કેપ હાલ સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેનના માથા પર છે. ક્લાસેને આ કેપ 18 મેના રોજ સીએસકે વિરુદ્ધ 47 રનની ઈનિગ્સ બાદ પહેરી હતી. હવે લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ 19 મેના રોજ વૈભવ સૂર્યવંશી મોટી ઈનિગ્સ રમી ઓરેન્જ કેપ પોતાને નામ કરી છે.

કોણ બનશે ઓરેન્જ કેપનો કિંગ

વૈભવ સૂર્યવંશી 12 મેચ બાદ 486 રન બનાવ્યા છે. તો ઓરેન્જ કેપની રેસમાં 8માં નંબર પર છે. જે 7 બેટ્સમેન આ રેસમાં આગળ છે. તેમાં ઈશાન કિશન, અભિષેક શર્મા, કે.એલ રાહુલ,વિરાટ કોલી,શુભમન ગિલ અને સાંઈ સુદર્શન છે. ટોપ પર હેનરિક ક્લાસેનના 555 રન છે. ઓરેન્જ કપ પર કબોજો ક્લાસેન અને વૈભવ સૂર્યવંશી વચ્ચે માત્ર 69 રનનું અંતર છે.

પર્પલ કેપની રેસમાં આરસીબીનો બોલર આગળ

ઓરેન્જ કેપની રેસ પણ રસપ્રદ જોવા મળી રહી છે. દેરક મેચ બાદ ઓરન્જે કેપનું લિસ્ટ બદલે છે. પર્પલ કેપમાં ખુબ ધીમી બોલિંગ જોવા મળી રહી છે. પર્પલ કેપની રેસમાં લાંબા સમયથી આરસીબીનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર નંબર 1 પર છે. પર્પલ કેપ પર તેનો કબજો છે. ભુવનેશ્વરના 13 મેચ બાદ 24 વિકેટ છે. તો ગુજરાત ટાઈટન્સના કાગિસો રબાડાએ 13 મેચમાં 21 વિકેટ લીધી છે. આ સિવાય20 થી વધારે વિકેટ લેવાના મામલે બોલરમાં અંશુલ કંબોજનું નામ છે. સીએસકેના આ ખેલાડીના નામે 20 વિકેટ છે.

 

 

બેંગ્લોરના 18 પોઈન્ટ છે, જ્યારે ગુજરાત અને હૈદરાબાદના 16-16 પોઈન્ટ છે. પ્લેઓફમાં એક સ્થાન બાકી છે, અને આ સ્થાન માટે રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને કોલકાતા વચ્ચે જોરદાર મુકાબલો થશે.ઓરેન્જ કેપ રેસમાં અત્યાર સુધી ફક્ત પાંચ બેટ્સમેનોએ 500 થી વધુ રન બનાવ્યા છે. સાઈ સુદર્શન સૌથી વધુ રન સાથે લિસ્ટમાં ટોચ પર છે, જ્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ બીજા સ્થાને છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Follow Us