
IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારીને વૈભવે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે તેની આક્રમક બેટિંગે સૌને ચોંકાવી દીધા છે. આટલી નાની ઉંમરે તેની પરિપક્વતા અને આક્રમકતાથી તે ઝડપથી લોકપ્રિય બન્યો છે.
બીજી તરફ, તેની ઉંમર વિશેનો વિવાદ નવી વાત નથી. જ્યારે રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો ત્યારે તે માત્ર 13 વર્ષનો હોવાનું જણાવાયું હતું. પરંતુ ઘણા ચાહકોને તેની ઉંમર અંગે શંકા હતી. BCCIના રેકોર્ડ મુજબ તેનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ બિહારના સમસ્તીપુરમાં થયો હતો.
આ બધા વચ્ચે 2023નું એક જૂનું ઈન્ટરવ્યુ પણ ફરી ચર્ચામાં આવ્યું છે, જેમાં વૈભવે કહ્યું હતું કે તે સપ્ટેમ્બર 2023માં 14 વર્ષનો થશે. જો આ નિવેદન સાચું માનવામાં આવે, તો તેની વાસ્તવિક ઉંમર સત્તાવાર રેકોર્ડ કરતાં લગભગ 1.5 થી 2 વર્ષ વધુ થઈ શકે છે.
वैभव सूर्यवंशी के साथ का खिलाडी ने बताई वैभव की रियल उम्र pic.twitter.com/BceyP1mMwL
— सीतामढ़ी जिला (@SitamarhiJila) April 26, 2026
હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ પોતે વૈભવનો મિત્ર હોવાનું કહી રહ્યો છે અને વૈભવની જન્મ તારીખ 27/03/2011 હોવાનો દાવો કરે છે. જોકે આ વીડિયોની સત્યતા હજી સુધી પુષ્ટિ થઈ નથી. છતાં, આ વીડિયોએ વૈભવની ઉંમરની ચર્ચાને ફરી ગરમાવી દીધી છે.
વૈભવના કોચે પણ અગાઉ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે નવ વર્ષનો હતો ત્યારે BCCI દ્વારા હાડકાની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની ઉંમર લગભગ 10 વર્ષ અને બે મહિના હોવાનું જણાયું હતું. શક્ય છે કે આ જ આધાર પર વૈભવની ઉંમર દર્શાવવામાં આવી હોય.
પ્રદર્શનની વાત કરીએ તો વૈભવે અત્યાર સુધી 15 IPL મેચોમાં 609 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. સતત સારા પ્રદર્શનને કારણે હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મળવાની શક્યતાઓ પણ વધી રહી છે.
Published On - 4:45 pm, Mon, 27 April 26