Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?

CSK એ ચેપોક સ્ટેડિયમ ખાતે ચાહકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં આખી ટીમ હાજર રહી હતી, સાથે-સાથે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. જેઓ વર્ષોથી CSK ટીમનો ભાગ રહેલો અને ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી ઈવેન્ટમાં જોવા મળ્યો નહીં.

Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?
Chennai Super Kings
Image Credit source: X/Chennai Super Kings
| Updated on: Mar 23, 2026 | 6:26 PM

જેમ જેમ IPL સિઝન નજીક આવી રહી છે, તેમ-તેમ બધી ટીમો ફક્ત ટુર્નામેન્ટ માટે તૈયારી જ નથી કરતી, પરંતુ તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અલગ-અલગ રીતો ઇવેન્ટ પણ કરી રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ ખાતે એક ફેન્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જોકે તેમાં CSK માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર જ હાજર ના રહ્યો.

CSK ફેન્સ ઈવેન્ટનું આયોજન

IPL 2026 સિઝન શરૂ થાય તે પહેલા ચાહકો માટે ઈવેન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. CSK ફેન ઇવેન્ટમાં ફક્ત ટીમના ખેલાડીઓ જ નહીં પરંતુ ફ્રેન્ચાઈઝના ઘણા ભૂતપૂર્વ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા, અને હજારો દર્શકો તેમને જોવા માટે હાજર રહ્યા હતા. જોકે, ટીમનો સૌથી સફળ બોલર અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ગેરહાજર રહ્યો હતો.

 

CSK ના ભૂતપૂર્વ સ્ટાર્સ રહ્યા હાજર

ટુર્નામેન્ટ શરૂ થવાના છ દિવસ પહેલા, રવિવાર, 28 માર્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોક ખાતે આ ખાસ CSK ફેન્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં એમએસ ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન સહિત આખી ચેન્નાઈ ટીમ હાજર રહી હતી. આ ઉપરાંત, CSKના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈના, મેથ્યુ હેડન, માઈકલ હસી, હરભજન સિંહ, મુરલી વિજય અને ડ્વેન બ્રાવો, સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો.

રવિન્દ્ર જાડેજા કાર્યક્રમમાં કેમ હાજર ન રહ્યો?

આ બધા દિગ્ગજોએ ચેન્નાઈ સુપર કિંગ્સની જૂની જર્સી પહેરી હતી અને ચાહકોને જૂના દિવસોની યાદ અપાવી હતી. કેટલાક બેટિંગ કરતી વખતે લાંબા છગ્ગા ફટકારી રહ્યા હતા, જ્યારે કેટલાક તેમની બોલિંગ કુશળતા બતાવી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે, દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, જેણે IPLમાં CSK માટે સૌથી વધુ 144 વિકેટ લીધી છે, તે CSK ફેન્સ ઈવેન્ટનો ભાગ ન હતો. હવે પ્રશ્ન એ છે કે આવું કેમ થયું? ખરેખર, જાડેજા તેનો ભાગ ન હતો કારણ કે તે હાલમાં એક સક્રિય ખેલાડી છે અને રાજસ્થાન રોયલ્સનો ભાગ છે. આ ઈવેન્ટ સમયે, તે તેની ટીમ સાથે ટુર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત હતો.

 

 

પૂર્વ ખેલાડીઓ અન્ય ટીમના કોચ-મેન્ટર

જાડેજા ઉપરાંત, વિવિધ ફ્રેન્ચાઈઝીના CSKના ભૂતપૂર્વ ખેલાડીઓએ ઈવેન્ટમાં ભાગ લેવા માટે તેમના પ્રેક્ટિસ સેશનમાંથી બ્રેક લીધો હતો. આમાં ગુજરાત ટાઈટન્સના નવા બેટિંગ કોચ મેથ્યુ હેડન અને ટેલેન્ટ સ્કાઉટ પાર્થિવ પટેલ, કોલકાતા નાઈટ રાઈડર્સના બોલિંગ કોચ ડ્વેન બ્રાવો અને સનરાઈઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરનનો સમાવેશ થાય છે.

 

રૈના-હેડનનું સન્માન

આ કાર્યક્રમની વાત કરીએ તો, રૈના અને હેડનને ચેન્નાઈ સુપર કિંગ્સના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે CSK એ પોતાના હોલ ઓફ ફેમ સન્માનની શરૂઆત રી છે, અને આ બે દિગ્ગજો તેમાં સામેલ થનારા પ્રથમ ખેલાડીઓ બન્યા છે. આ ઉપરાંત, T20 વર્લ્ડ કપ વિજેતા સેમસન અને શિવમ દુબેને ધોની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન આયુષ મ્હાત્રેને પણ ધોની તરફથી વિશેષ પુરસ્કાર મળ્યો હતો.

Breaking News: અક્ષર પટેલને BCCIનો આ નિયમ નથી પસંદ, IPL 2026 પહેલા નારાજગી વ્યક્ત કરી

Follow Us