
બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઈઝીને પોતાના ખેલાડીનું રિટેન્શન લિસ્ટ જમા કરવાની ડેડલાઈન 2 દિવસ વધારી દીધી છે. બીસીસીઆઈએ ટીમને મોકલેલા ઈમેલમાં જણાવવામાં આવ્યું કે, હવે ફ્રેન્ચાઈઝી 17 નવેમ્બર સુધી ખેલાડીઓનું લિસ્ટ ફાઈનલ કરી શકે છે. આ પહેલા આ ડેડલાઈન 15 નવેમ્બરની હતી. બીસીસીઆઈએ આઈપીએલ મિની ઓક્શનની તારીખ અને સ્થળમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ઈવેન્ટ 16 ડિસેમ્બરના રોજ ગોવામાં થશે. હવે સવાલ એ છે કે, આખરે કેમ આઈપીએલ પ્લેયર રિટેન્શનની તારીખ બદલવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આઈપીએલ ખેલાડીના રિટેન્શન લિસ્ટ જમા કરવાની તારીખ 2 દિવસ આગળ વધારવાનું કારણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી પહેલી વનડે મેચ છે. તમને જણાવી દઈએ કે, વનડે સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 15 નવેમ્બના રોજ માઉન્ટ માઉંગાનુઈના ઓવલમાં રમાશે. આ માટે બીસીસીઆઈએ તેમા ટીમને પોતાની રિટેન્શન પ્રોસેસ પુરી કરવા માટે વધુ 2 દિવસનો સમય આપ્યો છે. 16 ડિસેમ્બરના રોજ થનારી મિની ઓક્શનના દિવસે પણ એક વનડે મેચ છે. જેમા ભારતને શ્રીલંકા સામે બેંગ્લુરુમાં વનડે મેચ રમવાની છે. બીસીસીઆઈ આ મેચનું શેડ્યુલ પણ બદલશે. જેનો સંકેત અત્યારસુધી મળ્યો નથી.
ખેલાડીના રિટેન્શનની સાથે જોડાયેલા એક સમાચાર એવા છે કે, મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાના સ્થાને કેકેઆર સાથે 2 મોટા ખેલાડીઓ માંગે છે. આ ખેલાડીઓમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશી છે. હાર્દિક પંડ્યા માટે શું કેકેઆર પોતાના સેટ ખેલાડીઓને આપશે. તે એક મોટો સવાલ છે. આમ તો કેકેઆરમાં આવનાર સીઝનમાં એક કેપ્ટનની જરુર છે. અજિંક્ય રહાણે આગામી સીઝનમાં ટીમની સાથે રહેશે નહી. ત્યારે હાર્દિક પંડ્યા માટે કેકેઆર શું કરી શકે છે. તે જોવાનું રસપ્રદ રહેશે.