AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર વિનોદ કાંબલી MI vs SRH મેચ જોવા વાનખેડે પહોંચ્યો, Viral video

સચિન તેંડુલકરના બાળપણનો મિત્ર વિનોદ કાંબલી મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. સ્ટેડિયમમાં પહોંચ્યાનો કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાંબલી છેલ્લા કેટલાક વર્ષમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉપરાંત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. લાંબા સમય બાદ કાંબલી જાહેરમાં જોવા મળ્યો હતો.

Breaking News: સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર વિનોદ કાંબલી MI vs SRH મેચ જોવા વાનખેડે પહોંચ્યો, Viral video
Vinod Kambli Wankhede watch MI vs SRH matchImage Credit source: X
| Updated on: Apr 30, 2026 | 5:55 PM
Share

IPL 2026 ની 41મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં જોરદાર રનનો વરસાદ થયો, બંને ટીમોએ 200 થી વધુનો આંકડો પાર કર્યો. અંતે ટક્કરના મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિજયી બન્યું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી પણ આ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો.

MI vs SRH મેચ જોવા કાંબલી સ્ટેડિયમ પહોંચ્યો

વિનોદ કાંબલી સ્ટેડિયમમાં પહોંચ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિનોદ કાંબલી બે લોકોની મદદથી સ્ટેડિયમ તરફ જતો જોવા મળે છે. આ દરમિયાન ફેન્સ તેના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરતા અને તેમની સાથે સેલ્ફી લેવાની વિનંતી કરતા જોવા મળે છે. ચાહકોએ વિનોદ કાંબલીને ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

છેલ્લા બે વર્ષમાં કાંબલીની તબિયત બગડી

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે વિનોદ કાંબલીને બ્રેઈન સ્ટ્રોકનો ખતરો છે. કાંબલીની તબિયત બે વર્ષથી વધુ સમયથી બગડી રહી છે. સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલીને ડિસેમ્બર 2024માં પેશાબના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉપરાંત વિનોદ કાંબલી આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યો છે.

પહેલીવાર સ્ટેડિયમમાં IPL 2026ની મેચ જોઈ

વિનોદ કાંબલીએ પહેલીવાર સ્ટેડિયમમાં IPL 2026ની મેચ જોઈ હતી. તેણે જે મેચ જોઈ હતી તેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે રાયન રિકલ્ટનની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે એક ઓવર બાકી રહેતા 244 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

Breaking News: રાજસ્થાન રોયલ્સ કેપ્ટનને BCCI એ ફટકાર્યો દંડ, ચાલુ મેચમાં ઈ-સિગારેટ પીવાની મળી મોટી સજા

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">