
રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધમાલ મચાવી દીધી છે. ડાબા હાથના આ ખેલાડીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગને કારણે વૈભવના બેટનું પરીક્ષણ કરવાની માંગ ઉઠી છે.
પાકિસ્તાનમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના બેટમાં ચિપ છે. પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાત નૌમાન નિયાઝે વૈભવ સૂર્યવંશીના શોટ્સ જોયા પછી આ અવલોકન કર્યું. નૌમાને મજાકમાં કહ્યું કે 15 વર્ષીય ખેલાડી કદાચ AI ચિપથી સજ્જ બેટથી રમી રહ્યો છે, જેના કારણે તેના શોટ્સમાં આટલા પાવરફૂલ હોય છે.
AI chip in Vaibhav Sooryavanshi’s bat?
– Vaibhav Sooryavanshi is batting like he’s got an AI chip installed. Frankly, just like we have doping tests, he should be tested too. This doesn’t look human. What a player he is!! Unreal! – Dr Nauman Niaz #TATAIPL #RRvsSRH #IPL2026 pic.twitter.com/xUZ4eg2iyU
— Tehseen Qasim (@Tehseenqasim) April 26, 2026
પોતાના શોમાં વૈભવ સૂર્યવંશી વિશે વાત કરતા નૌમન નિયાઝે કહ્યું, “જરા વિચારો, આ કેવો બાળક છે? તેના બેટની તપાસ થવી જોઈએ. તેના બેટને લેબમાં મોકલો. મને લાગે છે કે તે તેના બેટમાં AI ચિપનો ઉપયોગ થયો છે. જ્યારે તમે 18 વર્ષના થાઓ છો, ત્યારે તમારા બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સનો વિકાસ થાય છે, અને આ ખેલાડી ફક્ત 15 વર્ષનો છે. તેનો જન્મ ત્યારે થયો હતો જ્યારે વિરાટ કોહલી વર્લ્ડ ચેમ્પિયન હતો. વૈભવ સૂર્યવંશીના કાંડા અદ્ભુત છે. તે તેનો ઉપયોગ 360 ડિગ્રીમાં કરે છે.”
વૈભવ સૂર્યવંશીએ આ IPLમાં આઠ મેચમાં 357 રન બનાવ્યા છે. તેની બેટિંગ સરેરાશ 44.6 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 234.86 છે. ડાબા હાથનો આ બેટ્સમેન પહેલાથી જ એક સદી અને બે અડધી સદી ફટકારી ચૂક્યો છે. તેણે આ સિઝનમાં સૌથી વધુ 32 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્માએ 28 છગ્ગા ફટકાર્યા છે. હવે, બંને ખેલાડીઓ સૌથી વધુ છગ્ગા માટે સ્પર્ધા કરી રહ્યા હોય તેવું લાગે છે.