AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દિલ્હી પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 39 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દિલ્હી પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
DC vs RCB
| Updated on: Apr 27, 2026 | 7:25 PM
Share

IPL 2026માં આજે સિઝનના 39 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે DC આ મેચમાં પહેલા બેટિંગ કરશે. DC અને RCB બંને આ સિઝનની આઠમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે આ હાઈ સ્કોરિંગ મેદાન છે, તેનાથી બહુ ફરક નહીં પડે, અમે બીજી ઈનિંગમાં તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કરીશું. સૌથી મહત્વની વાત એ છે કે અલગ અલગ ખેલાડીઓ આવી રહ્યા છે અને અલગ અલગ મેચોમાં બોલિંગ કરી રહ્યા છે. અમે સારી ક્રિકેટ રમી છે અને તે ગતિ જાળવી રાખી રહ્યા છીએ. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

અક્ષર પટેલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે અમે પહેલા ફિલ્ડિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. મેદાનનું કદ નાનું છે, પિચ પણ સારી લાગી રહી છે. અમે ત્રણ ફેરફાર કર્યા છે. લુંગી એનગીડી, વિપ્રાજ નિગમ અને આકિબ નબી દારની જગ્યાએ કાયલ જેમીસન, દુષ્મન્તા ચમીરા અને સાહિલ પારખ આજની મેચમાં રમશે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

સાહિલ પારખ, કેએલ રાહુલ (વિકેટકિપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), દુષ્મંથા ચમીરા, કાયલ જેમિસન, કુલદીપ યાદવ, ટી નટરાજન.

ઈમ્પેક્ટ સબ્સ: ઔકિબ નબી દાર, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, ત્રિપુરાણા વિજય, અભિષેક પોરેલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.

ઈમ્પેક્ટ સબ્સ: જેકબ બેથેલ, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, વિકી ઓસ્તવાલ, વેંકટેશ અય્યર.

Breaking News: 240 CCTV કેમેરા બંધ, સુરક્ષામાં મોટી ચૂક, બેંગલુરુમાં RCB-GT મેચમાં મોટો કાંડ

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">