Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર થઈ રહી છે. ન્યુ ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંઘ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાનપુરમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રાજસ્થાન રોયલ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
SRH vs RR Eliminator
| Updated on: May 27, 2026 | 7:20 PM

IPL 2026માં આજે સિઝનના એલિમિનેટર મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં SRHએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. SRH અને RR બંને ટીમ એલિમિનેટર જીતી સીધા ક્વોલિફાયર-2 માં પહોંચવા પ્રયાસ કરશે.

પેટ કમિન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. મને લાગે છે કે અમે તાજેતરમાં સારી ક્રિકેટ રમી છે, અમે બેટિંગ-બોલિંગ બંનેમાં નેચરલ ગેમ રમીશું. આજની મેચમાં અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. હર્ષલ પટેલની જગ્યાએ પ્રફુલ હિન્જ રમશે.

 

રિયાન પરાગે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા કારણ કે રનચેઝ કરવા માટે સારું મેદાન લાગી રહ્યું છે. હજુ પણ અમારી પાસે ફાઈનલમાં પહોંચવા જીત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જો અમે અમારી ક્ષમતા મુજબ રમીએ તો અમે જીતીશું. અમારી ટીમમાં પણ એક ફેરફાર છે. શુભમ દુબેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં રમશે.

 

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ઈમ્પેક્ટ સબ્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

 

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ(કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિન્જ.

ઈમ્પેક્ટ સબ્સ: સલિલ અરોરા, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટોન, હર્ષ દુબે, હર્ષલ પટેલ.

IPL 2026 ની ફાઈનલમાં પહોંચતા જ RCB પર કરોડોનો વરસાદ, BCCI તરફથી મોટી ઈનામી રકમ પાક્કી

Published On - 7:01 pm, Wed, 27 May 26

Follow Us