
IPL 2026માં આજે સિઝનના 67 મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં SRHએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બોલિંગ કરશે. SRH અને RCB બંને ટીમ આ સિઝનની 14 મી અને લીગ સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. બંને ટીમ મેચ જીતવા પ્રયાસ કરશે.
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. ટોપ-2 માં પહોંચવા માટે સારી તક છે. ફાઈનલ પહેલા અમે થોડા વિકલ્પો અજમાવીશું. અમે પહેલા બેટિંગ કરી મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરીશું.
ટોસ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે અમે જ્યાં પણ જઈએ છીએ, અમને એવું લાગે છે કે તે અમારું ઘરેલું મેદાન છે. તમે ક્યાં છો તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારે દરેક રમતમાં તમારા ધોરણો સાથે મેળ ખાવો પડશે. તમારે ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. બેથેલને આંગળીમાં ઈજા થઈ છે અને તે રમી રહ્યો નથી.
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન.
ઈમ્પેક્ટ સબ્સ: પ્રફુલ હિંગે, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટોન, હર્ષ દુબે, હર્ષલ પટેલ.
વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), વેંકટેશ અય્યર, જીતેશ શર્મા (વિકેટકિપર), કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.
ઈમ્પેક્ટ સબ્સ: ટિમ ડેવિડ, કનિષ્ક ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ.
Published On - 7:06 pm, Fri, 22 May 26