Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 49 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.

Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Punjab won toss Hyderabad bat first
| Updated on: May 06, 2026 | 8:19 PM

IPL 2026માં આજે સિઝનના 49 મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. PBKS આ સિઝનની દસમી અને SRH અગિયારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ અય્યરે કહ્યું કે અત્યાર સુધી તો બધું સારું હતું પણ છેલ્લી બે મેચમાં હારથી ઘણું શીખવા મળ્યું છે. પરંતુ તેમ છતાં ટેબલમાં ટોચ પર હોવાથી આજે અહીં રમવા માટે પ્રેરણા મળે છે. આજે અમે બે ફેરફાર કર્યા છે. ઝેવિયર બાર્ટલેટ અને પ્રિયાંશ આર્યની જગ્યાએ લોકી ફર્ગ્યુસન અને શશાંક સિંઘ આજની મેચમાં રમશે.

 

પેટ કમિન્સે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ જ કરવા માંગતા હતા, પણ અમે પહેલા બેટિંગ કરીને ઘણી મેચો જીતી છે, તેથી પહેલા બેટિંગથી કોઈ સમસ્યા નથી. આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર છે. નીતિશ કુમાર રેડ્ડી બીમારીમાંથી પાછો ફર્યો છે અને તે અનિકેતની જગ્યાએ રમશે.

 

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન.

ઈમ્પેક્ટ સબ્સ: અનિકેત વર્મા, પ્રફુલ હિંગે, લિયામ લિવિંગસ્ટોન, હર્ષ દુબે, હર્ષલ પટેલ.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંઘ (વિકેટકિપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રિયાંશ આર્ય, હરપ્રીત બ્રાર, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન.

Breaking News: IPL 2026 દરમિયાન દુઃખદ સમાચાર, વિરાટ કોહલી સાથે રમનાર ગિલનું અવસાન

Published On - 7:08 pm, Wed, 6 May 26

Follow Us