
IPL 2026માં આજે સિઝનના 27 મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં CSKએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. SRH અને CSK બંને આ સિઝનની પાંચમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે નીચેથી ઉપર આવવું સારું છે. અમારી બેટિંગ સારી હતી, અમારી બોલિંગ સારી હતી, અમારી ફિલ્ડિંગ 50-50 રહી છે. પરંતુ મને લાગે છે કે બધા વિભાગોમાં, અમે ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. અમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
It’s game time pic.twitter.com/zEqRx2mGvY
— SunRisers Hyderabad (@SunRisers) April 18, 2026
ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ઈશાન કિશને કહ્યું કે અમે પહેલા બેટિંગ જ કરવા ઇચ્છતા હતા. વિકેટ સારી લાગે છે તેથી અમે સારો સ્કોર બનાવવા માંગીએ છીએ. મને લાગે છે કે શરૂઆતમાં બોલ થોડો સ્વિંગ થશે અને બેટ્સમેનોએ બોલ પર નજર રાખવી પડશે અને સારું રમવું પડશે. વધુ સ્વિંગ માટે અમે ટીમમાં હર્ષ દુબેની જગ્યાએ દિલશાન મદુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન(કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા(વિકેટકિપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, પ્રફુલ હિંજ, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.
ઈમ્પેક્ટ સબ્સ: સ્મરણ રવિચંદ્રન, હર્ષ દુબે, લિયામ લિવિંગસ્ટોન, દિલશાન મદુશંકા, હર્ષલ પટેલ.
The Lions for the Saturday Showdown! #WhistlePodu #SRHvCSK pic.twitter.com/6WCBpMpver
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2026
સંજુ સેમસન(વિકેટકિપર), રુતુરાજ ગાયકવાડ(કેપ્ટન), સરફરાઝ ખાન, શિવમ દુબે, ડીવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, મેથ્યુ શોર્ટ, અંશુલ કંબોજ, નૂર અહમદ, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ.
ઈમ્પેક્ટ સબ્સ: આયુષ મ્હાત્રે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, રામકૃષ્ણ ઘોષ, મેટ હેનરી.
Published On - 7:13 pm, Sat, 18 April 26