
લખનૌ સુપર જાયન્ટસની IPL 2026ની પહેલી મેચ પછી તણાવનો માહોલ જોવા મળ્યો હતો. લખનૌસુપર જાયન્ટસે સીઝનની પોતાની પહેલી મેચમાં દિલ્હી સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર પછી લખનૌની ટીમના માલિક સંજીવ ગોયન્કા, કેપ્ટન પંત અને હેડ કોચ જસ્ટિન લેંગર વચ્ચે મેદાન પર ગંભીર વાતચીતે બધાનું ધ્યાન ખેચ્યું છે.
દિલ્હી સામેની હાર બાદ, જ્યારે લખનૌના બાકીના ખેલાડીઓ ડીસી ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા, ત્યારે સંજીવ ગોએન્કા પંત અને લેંગર સાથે ઊંડી ચર્ચા કરતા જોવા મળ્યા. વાતચીત દરમિયાન, તેઓ કંઈક સમજાવતા જોવા મળ્યા, જ્યારે પંત પણ પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. આ વીડિયોએ લોકોને એક જૂની ઘટનાની યાદ અપાવી જ્યારે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન હતો. તે દરમિયાન, મેચ હાર્યા બાદ, સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ઠપકો આપ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Sanjiv Goenka and Rishabh pant pic.twitter.com/0RzMSkp0vE
— Faiyaz (@FaiyazWhat) April 1, 2026
IPL 2026ની 5મી મેચની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 142 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હીની ટીમ શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. પરંતુ આ પછી, સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે પહેલા ઇનિંગ્સ પર કાબુ મેળવ્યો અને પછી, આક્રમક બેટિંગ કરીને, ટીમને વિજય તરફ દોરી ગઈ. રિઝવી અને સ્ટબ્સે 119 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી, જેણે મેચ પલટી નાંખી હતી. રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન બનાવ્યા, જ્યારે સ્ટબ્સે 32 બોલમાં 39 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. બંનેએ મળીને ફક્ત 17.1 ઓવરમાં ટીમને જીત અપાવી હતી.
તમને જણાવી દઈએ કે, દિલ્હીએ IPLમાં સતત પાંચમી વખત લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. દિલ્હી 2023 થી LSG સામે એક પણ મેચ હાર્યું નથી.