Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 52 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Rajasthan Royals vs Gujarat Titans
| Updated on: May 09, 2026 | 7:15 PM

IPL 2026માં આજે સિઝનના 52 મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RR અને GT બંને આ સિઝનની અગિયારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

યશસ્વી જયસ્વાલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ. મને લાગે છે કે વિકેટ ખૂબ સારી છે. પરાગના હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો છે, તે ટૂંક સમયમાં પાછો આવશે. શિમરોન હેટમાયર અને યશ રાજ પુંજા આજની મેચમાં રમશે. હું ખરેખર ઉત્સાહિત છું.

 

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે અમને પણ પહેલા બોલિંગ કરવાનું ગમ્યું હોત. મને લાગે છે કે તમારી શક્તિઓ પર પાછા ફરવું મહત્વપૂર્ણ છે. અમે કેટલાક ક્ષેત્રો પર વિચાર કર્યો. અમે રમેલી મોટાભાગની રમતો ખૂબ નજીકની રહી છે. અમે જોઈશું કે પહેલી બે ઓવરમાં પરિસ્થિતિ કેવી રહે છે. અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. માનવ સુથારની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા આજની મેચમાં રમશે.

 

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકિપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઈ કિશોર, કુમાર કુશાગ્ર.

 

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકિપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ઈમ્પેક્ટ સબ્સ: વૈભવ સૂર્યવંશી, એડમ મિલ્ને, રવિ સિંહ, સુશાંત મિશ્રા, રવિ બિશ્નોઈ.

Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

Published On - 7:04 pm, Sat, 9 May 26

Follow Us