Breaking News: શુભમન ગિલ-સાઈ સુદર્શનની રેકોર્ડ પાર્ટનરશિપ, ગુજરાત ટાઈટન્સે નોંધાવ્યો સિઝનનો સર્વોચ્ચ સ્કોર

ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સ સામે જોરદાર બેટિંગ કરતા 229 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 36 બોલમાં 55 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે 44 બોલમાં 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી. બંનેએ પ્રથમ વિકેટ માટે 118 રન ઉમેર્યા.

Breaking News: શુભમન ગિલ-સાઈ સુદર્શનની રેકોર્ડ પાર્ટનરશિપ, ગુજરાત ટાઈટન્સે નોંધાવ્યો સિઝનનો સર્વોચ્ચ સ્કોર
Shubman Sai pair record partnership
Image Credit source: PTI
| Updated on: May 09, 2026 | 10:14 PM

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સ સામે બેટિંગનો શાનદાર દેખાવ કરતાં IPL 2026માં પોતાનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. શુભમન ગિલ, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન ફટકાર્યા અને રાજસ્થાન સામે વિશાળ લક્ષ્યાંક ઉભો કર્યો.

118 રનની ઓપનિંગ ભાગીદારી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને રાજસ્થાનના બોલરો પર દબાણ બનાવતાં પ્રથમ વિકેટ માટે 118 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. બંને બેટ્સમેનોએ ઝડપી રન બનાવતાં ટીમને મજબૂત પાયો આપ્યો હતો.

 

ગિલ-સાઈની ફિફ્ટી

શુભમન ગિલે માત્ર 44 બોલમાં 84 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેમની ઈનિંગમાં નવ ચોગ્ગા અને ત્રણ લાંબા છગ્ગાનો સમાવેશ થયો હતો. બીજી તરફ સાઈ સુદર્શને 36 બોલમાં 55 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી રાજસ્થાનના બોલરોને મુશ્કેલીમાં મુક્યા હતા.

 

સુંદર-તેવતિયાની આક્રમક બેટિંગ

મધ્યક્રમમાં જોસ બટલર ખાસ અસર છોડી શક્યો નહોતો અને 10 બોલમાં 13 રન બનાવી આઉટ થયો હતો. જોકે, વોશિંગ્ટન સુંદરએ અંતિમ ઓવરોમાં ઝડપી બેટિંગ કરીને ટીમનો સ્કોર વધુ મજબૂત બનાવ્યો હતો. સુંદરએ માત્ર 20 બોલમાં અણનમ 37 રન ફટકાર્યા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો. રાહુલ તેવતિયાએ પણ ચાર બોલમાં 14 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

રાજસ્થાનના બોલરો ફ્લોપ

રાજસ્થાન રોયલ્સ તરફથી બ્રિજેશ શર્માએ બે વિકેટ ઝડપી હતી. ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને યશ રાજ પુંજાએ એક-એક વિકેટ મેળવી હતી. તેમ છતાં ગુજરાતના બેટ્સમેનોએ સતત આક્રમક રમત દાખવી રાજસ્થાનના બોલિંગ હુમલાને અસરહીન બનાવી દીધો હતો.

 

ગિલ-સાઈની જોડીનો કમાલ

આ મેચ દરમિયાન શુભમન ગિલ અને સાઈ સુદર્શને IPLમાં ઐતિહાસિક સિદ્ધિ પણ નોંધાવી હતી. બંને હવે ગુજરાત ટાઈટન્સ માટે ઓપનિંગ જોડી તરીકે સૌથી વધુ ભાગીદારી કરનાર ખેલાડીઓ બન્યા છે. સાથે જ તેઓ IPL ઈતિહાસમાં કોઈપણ ટીમ માટે ઓપનિંગ જોડી તરીકે સૌથી વધુ સદી ભાગીદારીના મામલે ટોચના સ્થાને પહોંચ્યા છે.

Breaking News: બટલરની વિકેટ લેતા જ જાડેજાનું ‘ખિસ્સા’ સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, મચી ગયો હોબાળો

Follow Us