Breaking News: રાજસ્થાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, દિલ્હી પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 43 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, દિલ્હી પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Rajasthan won toss Delhi ball first
| Updated on: May 01, 2026 | 7:26 PM

IPL 2026માં આજે સિઝનના 43 મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે DC આ મેચમાં પહેલા બોલિંગ કરશે. DC આ સિઝનની નવમી અને RR દસમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રિયાન પરાગે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રિયાન પરાગે કહ્યું કે મને લાગે છે કે આ જયપુરની સામાન્ય વિકેટ નથી. થોડી સૂકી છે, ગઈકાલે આપણે જોયું કે પીચ બીજા દિવસે થોડી ફાસ્ટ હતી. તેથી આશા છે કે પાછળના ભાગમાં તે થોડી ધીમી થઈ જશે, તેથી જ અમે પહેલા બેટિંગ કરી રહ્યા છીએ. જે બીજો શો અને આપણે થોડા દિવસો આરામ કરી શકીએ છીએ. આજની મેચમાં શુભમની જગ્યાએ બિશ્નોઈ રમશે.

 

અક્ષર પટેલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે વિકેટ સારી દેખાય રહી છે અને અમે રનચેઝ કરવા માટે તૈયાર છીએ. આજની મેચમાં અમે ત્રણ ફેરફાર કર્યા છે. મિલર, ચમીરા અને સાહિલ પારખની જગ્યાએ સ્ટાર્ક, પથુમ નિસાન્કા અને આશુતોષ શર્મા આજની મેચમાં રમશે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા.

ઈમ્પેક્ટ સબ્સ: એડમ મિલ્ને, દાસુન શનાકા, રવિ સિંહ, યશ રાજ પુંજા, તુષાર દેશપાંડે.

 

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, નીતીશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, કાયલ જેમિસન, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, ટી નટરાજન.

ઈમ્પેક્ટ સબ્સ: ડેવિડ મિલર, વિપ્રાજ નિગમ, કરુણ નાયર, અભિષેક પોરેલ, ઔકિબ નબી દાર.

Breaking News: ICC Test Ranking માં ટીમ ઈન્ડિયાએ લગાવી છલાંગ, મેચ રમ્યા વિના રેન્કિંગમાં ફાયદો

Published On - 7:12 pm, Fri, 1 May 26

Follow Us