Breaking News: BCCI તરફથી સજા મળ્યા બાદ રિયાન પરાગે કર્યો ધમાકો, ફટકારી તોફાની અડધી સદી

RR vs DC: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આખરે IPL 2026 માં પોતાની બેટિંગનો પાવર બતાવ્યો. તેણે 32 બોલમાં અડધી સદી ફટકારી. BCCI તરફથી સજા મળ્યા બાદ રિયાન પરાગે ધમાકેદાર બેટિંગ કરી, પણ તે માત્ર 10 રન માટે સદી ચૂકી ગયો હતો.

Breaking News: BCCI તરફથી સજા મળ્યા બાદ રિયાન પરાગે કર્યો ધમાકો, ફટકારી તોફાની અડધી સદી
Riyan Parag fifty vs DC
Image Credit source: X/Rajasthan Royals
| Updated on: May 01, 2026 | 9:14 PM

IPL 2026: રિયાન પરાગે આખરે એ જ કર્યું જેના માટે તે જાણીતો છે. જમણા હાથના બેટ્સમેનએ દિલ્હી કેપિટલ્સના બોલરોને ચકનાચૂર કરીને શાનદાર અડધી સદી ફટકારી. રિયાન પરાગે દિલ્હી સામે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી ફટકારી.

BCCI તરફથી સજા મળ્યા બાદ ફિફ્ટી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટનની આ સિઝનની પહેલી અડધી સદી છે, અને આ સાથે તેણે ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. રિયાન પરાગ છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર સમાચારમાં છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન તે વેપ પીતો જોવા મળ્યો હતો, જેના પછી BCCIએ તેને સજા પણ આપી હતી. પરંતુ હવે, આ ખેલાડીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.

રિયાન પરાગની કેપ્ટન ઈનિંગ

યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી સસ્તામાં આઉટ થયા બાદ પરાગે કેપ્ટન ઈનિંગ રમી અને દિલ્હીના બોલરોનો સામનો કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બે ઓવરમાં તેમના બે શ્રેષ્ઠ ઓપનર ગુમાવ્યા હતા. યશસ્વી જયસ્વાલને મિશેલ સ્ટાર્કે કેચ આઉટ કર્યો અને અને વૈભવ સૂર્યવંશીને કાયલ જેમિસને ક્લીન બોલ્ડ કર્યો. ત્યારબાદ રિયાન પરાગે ધ્રુવ જુરેલ સાથે સદીની ભાગીદારી કરી અને 102 રન ઉમેર્યા હતા.

 

પરાગની તોફાની બેટિંગ

વૈભવ સૂર્યવંશીની વિકેટ પડ્યા પછી રિયાન પરાગ ક્રીઝ પર આવ્યો. આવતાની સાથે જ પરાગે મોટા શોટ રમવાનું શરૂ કર્યું. તેણે કાયલ જેમિસનની ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ પરાગે અક્ષર પટેલની ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા. તેણે નટરાજનની બોલ પર એક શાનદાર છગ્ગા પણ ફટકાર્યા, જે ટેનિસ શોટ જેવો હતો. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પરાગની ઇનિંગની પ્રશંસા કરી. આર. અશ્વિને તેને એક ખાસ ખેલાડી ગણાવ્યો, જ્યારે ઇરફાન પઠાણે તેના શોટ્સની પ્રશંસા કરી.

Breaking News: 6 ફૂટ 8 ઈંચના બોલરે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ક્લીન બોલ્ડ કર્યા બાદ ગુમાવ્યો હોશ, કરી આક્રમક ઉજવણી, Viral video

 

Published On - 9:14 pm, Fri, 1 May 26

Follow Us