
IPL 2026માં આજે સિઝનના 22 મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને LSG બંને આ સિઝનની પાંચમી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. પાછલી મેચમાં ઘણું ઘાસ હતું. પણ મને લાગે છે કે આ વિકેટ પર ઘાસ નથી. તેથી, આ એક સારો ટ્રેક હશે. અમે ટીમમાં ફક્ત એક ફેરફાર કર્યો છે. ડફીની જગ્યાએ જોશ હેઝલવુડ આજની મેચમાં રમશે.
GAME in Bengaluru
Predict #LSG‘s score in the powerplay ✍️
Updates ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/NX5ftf2M5u
— IndianPremierLeague (@IPL) April 15, 2026
ટોસ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે મને લાગે છે કે બેટિંગ માટે આ ખૂબ સારી વિકેટ છે. અમે ટીમ તરીકે આગલા વધી રહ્યા છીએ અને આજની મેચમાં રન ડીફેન્સ કરી મેચ જીતવા પ્રયાસ કરીશું. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Showtime at Chinnaswamy ⚡ pic.twitter.com/aFAtv2XHFU
— Lucknow Super Giants (@LucknowIPL) April 15, 2026
એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત(વિકેટકિપર/કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, અવેશ ખાન, દિગ્વેશ સિંહ રાઠી, પ્રિન્સ યાદવ.
ઈમ્પેક્ટ સબ્સ: મણિમરણ સિદ્ધાર્થ, જ્યોર્જ લિન્ડે, મેથ્યુ બ્રિત્ઝકે, હિંમત સિંહ, મયંક યાદવ.
⬇️
The flip of the coin goes in Captain Patidar’s favour and we’ll be fielding first. ☄️
Change to our XI:
Hazlewood Duffy. ❤️#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvLSG @nothingindia pic.twitter.com/Q6Wjt8GNUx— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026
ફિલિપ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.
ઈમ્પેક્ટ સબ્સ: વિરાટ કોહલી, વેંકટેશ અય્યર, જોર્ડન કોક્સ, કનિષ્ક ચૌહાણ, મંગેશ યાદવ.
Published On - 7:23 pm, Wed, 15 April 26