
IPL 2026 ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો એક સ્ટાર ખેલાડી ઈજામાંથી માંડ-માંડ બચી ગયો. ટીમના કોચ-ફીઝીયોની હાજરીના કારણે, એક મોટી દુર્ઘટના ટળી ગઈ.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના કારણે તે IPL 2026 ની પહેલી મેચમાં રમી શકશે નહીં. તાજેતરમાં, તેના ટ્રેનિંગ સેશનના ફોટા સામે આવ્યા છે, જેમાં તે ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સાથે સખત મહેનત કરતો જોવા મળે છે. હેઝલવુડ RCB કેમ્પમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.
જોકે, ટ્રેનિંગ દરમિયાન એક ભયાનક ક્ષણ આવી જ્યારે દેવદત્ત પડિકલે એક શોટ માર્યો, અને બોલ સીધો ત્યાં પડ્યો જ્યાં હેઝલવુડ સ્ટ્રેચિંગ કરી રહ્યો હતો. જોકે, ફિઝિયોએ ચતુરાઈ વાપરી હેઝલવુડને બચાવી લીધો. જેનાથી હેઝલવુડ ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચી ગયો, જોકે ચોક્કસપણે RCB ચાહકો અને ટીમ મેનેજમેન્ટની ચિંતાઓ જરૂર વધી ગઈ.
હેઝલવુડ લાંબા સમયથી હેમસ્ટ્રિંગની ઇજાઓથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે IPL 2026 ની શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમના કોચ એન્ડી ફ્લાવરે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે બોલર હજુ સંપૂર્ણપણે તૈયાર નથી અને તેની ફિટનેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. RCB મેનેજમેન્ટને આશા છે કે હેઝલવુડ સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને ટૂંક સમયમાં ટીમમાં રમી શકશે.