
આઈપીએલ 2025ની વિજેતા ટીમ આરસીબીનું શાનદાર ફોર્મ જોવા મળી રહ્યું છે. ટીમે વધુ એક મેચ પોતાને નામ કરી છે. આરસીબીએ લખનૌને હરાવી 2 પોઈન્ટ મેળવ્યા છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેગ્લુંરુ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર આવી છે. પરંતુ લખનૌ સુપર જાયન્ટસની સ્થિતિ ખરાબ થઈ છે. તેને વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે.આરસીબીએ કુલ 5 મેચ રમી છે. તેમાંથી 4 મેચમાં જીત મેળવી છે. પહેલા સ્થાને પહોંચી ગઈ છે. તેની પાસે કુલ 8 પોઈન્ટ છે. તો રાજસ્થાન રોયલ્સની ટીમ પાસે 8 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટ આરસીબી કરતા થોડો નબળો છે.રાજસ્થાનની ટીમ હવે પહેલા નંબર પરથી બીજા સ્થાને આવી છે.
પંજાબ કિંગ્સની ટીમ પાસે 4 પોઈન્ટ છે. પંજાબે અત્યારસુધી કુલ 4 મેચ રમી છે. તેમાંથી 3માં જીત મેળવી છે. તેની પાસે કુલ 7 પોઈન્ટ છે. આ વર્ષે જે દસ ટીમ આઈપીએલ રમી રહી છે. તેમાંથી એક માત્ર પંજાબની ટીમ એવી છે. જે અત્યારસુધી એક પણ મેચ હારી નથી. બાકી તમામ ટીમ એક-એક મેચ હારી ચુકી છે.જો લખનૌ સુપર જાયન્ટસની વાત કરવામાં આવે તો તેની હાલત ખરાબ છે. ટીમે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે. તેમાંથી 2માં જીત મેળવી છે.લખનૌ સુપર જાયન્ટસ પાસે કુલ 4 પોઈન્ટ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. સૌથી નીચે સીએસકે, મુંબઈ ઈન્ડિયન્સ અને કેકેઆરની ટીમ છે. કેકેઆરે અત્યારસુધી એક પણ મેચ જીતી નથી. તેની હાલત ખરાબ છે.
આરસીબીની ટીમ પહેલા સ્થાને બીજા સ્થાને રાજસ્થાન રોયલ, ત્રીજા સ્થાને પંજાબ કિંગ્સ ત્યારબાદ ક્રમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ,લખનૌ સુપર જાયન્ટસ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ
ઓરેન્જ કેપની વાત કરીએ તો. પહેલા સ્થાને વિરાટ કોહલી 228 રન , બીજા સ્થાને હેનરિક ક્લાસેન 224 રન,ત્રીજા સ્થાને રજત પાટીદાર 222 રન, ચોથા સ્થાને ઈશાન કિશન 213 રન અને ચોથા સ્થાને વૈભવ સૂર્યવંશી 200 રન છે.
આઈપીએલ 2026ના પર્પલ કેપની વાત કરીએ તો. લખનૌ સુપર જાયન્ટસના પ્રિન્સ યાદવે પણ મોટી છલાંગ લગાવી છે. પહેલા સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણા 10 વિકેટ, અંશુલ કંબોજ 10 વિકેટ,ત્રીજા સ્થાને પ્રિન્સ યાદવ 9 વિકેટ , ચોથા સ્થાને રવિ બિશ્નોઈ 9 વિકેટ અને પાંચમા સ્થાને જોફ્રા આર્ચર 7 વિકેટ છે.