Breaking News: મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 58 મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
PBKS vs MI
| Updated on: May 14, 2026 | 7:18 PM

IPL 2026માં આજે સિઝનના 58 મા મુકાબલામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં MIએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે PBKS આ મેચમાં પહેલા બેટિંગ કરશે. PBKS અને MI બંને આ સિઝનની બારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

જસપ્રીત બુમરાહે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જસપ્રીત બુમરાહે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. અમે છેલ્લી મેચ જોઈ અને લાગ્યું કે ઠંડીના કારણે વિકેટ શાંત થઈ જશે. સારું લાગે છે. હું 19 વર્ષનો હતો ત્યારે અહીં આવ્યો હતો. MI કેપ્ટન બનતા પહેલા મેં વિચાર્યું ન હતું કે હું ટેસ્ટ કેપ્ટન બનીશ. મને જવાબદારી ગમે છે, આ એક નવો પડકાર છે અને હું મજા કરવાનો પ્રયાસ કરીશ. ત્રણ મેચ બાકી છે અને અમે આનંદ માણવા માંગીએ છીએ અને કદાચ થોડી ટીમોને આંચકો આપીશું. સૂર્યકુમાર યાદવ અને અલ્લાહ ગઝનફર નથી રમી રહ્યા.

 

શ્રેયસ અય્યરે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. વિકેટ થોડી સૂકી લાગે છે. હજુ પણ ખબર નથી કે પિચ કેવી હશે તેથી સકારાત્મક રહેવું જરૂરી છે. અમે શું ખોટું થયું છે તે વિશે વિચારવાનું બંધ કર્યું છે અને સારી સ્થિતિમાં રહેવા અને સકારાત્મક માનસિકતા રાખવા વિશે વિચાર્યું છે. અમારી ટીમમાં ત્રણ ફેરફાર છે. આજની મેચમાં હરપ્રીત બ્રાર, ઝેવિયર બાર્ટલેટ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ રમશે.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંઘ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જેનસેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: વિજયકુમાર વૈશાક, હરપ્રીત બ્રાર, મિશેલ ઓવેન, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે.

 

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રાયન રિકલ્ટન (વિકેટકિપર), નમન ધીર, તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બીન બોશ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), રઘુ શર્મા.

ઈમ્પેક્ટ સબ્સ: રોહિત શર્મા, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, ટ્રેન્ટ બોલ્ટ.

Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!

Published On - 7:15 pm, Thu, 14 May 26

Follow Us