
IPL 2026 ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરી અને પાવરપ્લેમાં જ તોફાની શરૂઆત કરી. ઓપનિંગ જોડી ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસનએ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને બરાબર ફટકાર્યા. જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો.
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પાવરપ્લેમાં ખૂબ મોંઘો સાબિત થયો. તેણે પાવરપ્લેમાં બે ઓવર ફેંકી અને બંને ઓવરમાં 19-19 રન આપ્યા. કુલ મળીને, તેની બે ઓવરમાં કોઈ વિકેટ વિના 38 રન આવ્યા, જેના કારણે તેની એવરેજ ખૂબ ખરાબ થઈ ગઈ.
હાર્દિકે ઇનિંગની બીજી ઓવર ફેંકી. આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે આક્રમક બેટિંગ કરી. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા અને ઓવરમાં 19 રન બનાવ્યા. હાર્દિકની નબળી ઓવર છતાં, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને પાવરપ્લેમાં બીજી ઓવર નાખવાનો નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણય મોંઘો સાબિત થયો.
હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની ચોથી ઓવર પણ ફેંકી. ઓવરની શરૂઆતમાં તેણે સતત બે ડોટ બોલ ફેંક્યા જેનાથી લાગ્યું કે તેણે સારી લય શોધી લીધી છે. જોકે, ત્યારબાદ સંજુ સેમસને તેને બરાબર ફટકાર્યો. સંજુએ સતત ચાર બાઉન્ડ્રી ફટકારી, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
પંડ્યાની આ ઓવરમાં એક વાઈડ પણ હતો, જેના પરિણામે આ ઓવરમાં પણ 19 રન આવ્યા. આમ, હાર્દિક પંડ્યાની પ્રથમ બે ઓવરમાં સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડે આક્રમક બેટિંગ કરી. ચેન્નાઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં ઝડપી રન બનાવ્યા, જેનાથી મુંબઈ ઈન્ડિયન્સ પર દબાણ વધ્યું.
આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. જોકે, આ મેચમાં તે સારી શરૂઆત કરવામાં સફળ રહ્યો. તેણે 14 બોલમાં 22 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. જોકે, તે આ શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં. આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડે 20 રનનો આંકડો પાર કર્યો હોય તેવી આ બીજી ઘટના છે.