Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 68 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
LSG vs PBKS
| Updated on: May 23, 2026 | 7:24 PM

IPL 2026માં આજે સિઝનના 68 મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. LSG અને PBKS બંને ટીમ આ સિઝનની 14 મી અને લીગ સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. બંને ટીમ મેચ જીતવા પ્રયાસ કરશે.

શ્રેયસ અય્યરે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ અય્યરે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. અમારા માટે આ કરો યા મરો જેવી મેચ છે. તેથી આ પડકાર માટે છોકરાઓ ખૂબ જ ઉત્સાહિત છે. અમે ટીમમાં બે ફેરફાર કર્યા છે. માર્કો જેન્સેન અને વિજયકુમાર વૈશાખ આજની મેચમાં રમશે.

 

રિષભ પંતે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવા માંગતા હતા. આ એક સારી વિકેટ છે. મને લાગે છે કે આ સૌથી વધુ સ્કોરિંગ મેચોમાંની એક હશે. દરેક વ્યક્તિ જાણે છે કે આ અમારા માટે મુશ્કેલ સિઝન રહી છે, પરંતુ તે ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે બંને રીતે શીખવાનો સમય રહ્યો છે. અમે અમારા ચાહકોની દિલથી માફી માંગીએ છીએ જેઓ દેશભરમાંથી, ખાસ કરીને સમગ્ર યુપીમાંથી મોટી સંખ્યામાં અમને ટેકો આપવા માટે આવ્યા છે. આજે પરિણામ ગમે તે હોય, અમે એક ટીમ તરીકે મજબૂત રીતે પાછા ફરવા માટે કટિબદ્ધ છીએ અને અમે અમારું 100% આપીશું. અમારી ટીમમાં બે ફેરફારો છે. અર્જુન તેંડુલકર અને અર્શિન કુલકર્ણી આજની મેચમાં રમશે.

 

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

જોશઈંગ્લિસ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન.

ઈમ્પેક્ટ સબ્સ: શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મણિમરણ સિદ્ધાર્થ, હિંમત સિંહ, આકાશ મહારાજ સિંહ.

 

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંઘ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જેન્સેન, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: હરપ્રીત બ્રાર, માર્કસ સ્ટોઈનીસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે.

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટોપ-5 ટીમો, જાણો કોણ છે નંબર-1

Published On - 7:06 pm, Sat, 23 May 26

Follow Us