
IPL 2026 ની રોમાંચક મેચો વચ્ચે પંડ્યા બ્રધર્સ હેડલાઈનમાં છે. છેલ્લા કેટલાક સમયથી પંડ્યા બ્રધર્સના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ભાઈઓએ વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. ભારતના T20 વર્લ્ડ કપ 2026ની જીત પછી કૃણાલે હાર્દિકને અભિનંદન આપતી કોઈ પોસ્ટ ના કરી, તો બીજી તરફ હાર્દિકે કૃણાલને તેના જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી. હવે હાર્દિકનું નામ સાંભળી કૃણાલે જે પ્રતિક્રિયા આપી, તેનો વીડિયો વાયરલ થયો છે.
વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચેની મેચ દરમિયાન કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. કૃણાલે હાર્દિકને બાઉન્સર પણ ફેંક્યો હતો, અને જ્યારે હાર્દિક આઉટ થયો, ત્યારે કૃણાલનું સેલિબ્રેશન પણ મજેદાર હતું. હવે એક મજેદાર ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેના ભાઈ હાર્દિક પંડ્યાનું નામ લેવામાં આવ્યું, ત્યારે કૃણાલ પંડ્યાની પ્રતિક્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું.
“Sometimes you miss some family members….. Like your brother” hesitation left the chat pic.twitter.com/O6VW4yw3uw
— Shailesh (@shailesh18_) April 22, 2026
વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચેની મેચ પછી ફની ઈન્ટરવ્યૂમાં, RCBના ઈન્સાઈડર મિસ્ટર નેગ્સે કૃણાલને મજાકમાં પૂછ્યું કે તે અન્ય કોઈ “પરિવારના સભ્યો” ને મળવા નથી આવ્યો. જેનો જવાબ આપતા કૃણાલે કહ્યું કે, “મોટા પરિવારમાં ક્યારેક કેટલાક સભ્યોને ન મળવું સામાન્ય છે.” મિસ્ટર નેગ્સે પછી કહ્યું, “બરાબર તારા ભાઈની જેમ.”
જ્યારે હાર્દિકનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો, ત્યારે કૃણાલે માથું નમાવ્યું અને વધુ કંઈ કહ્યું નહીં. આ ક્ષણને સોશિયલ મીડિયા યુઝર્સે દ્વારા તરત જ કેચ કરી અને તેને બે ભાઈઓ વચ્ચેના અણબનાવ સાથે જોડી દીધી. જોકે, કૃણાલે ઇન્ટરવ્યૂમાં હાર્દિકની પ્રશંસા પણ કરી, તેને ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશરોમાંનો એક ગણાવ્યો.
કૃણાલે આ સિઝનમાં RCB માટે 6 મેચમાં 8 વિકેટ લીધી છે, અને ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. પંડ્યાએ આ દરમિયાન માત્ર 8.57 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. જ્યારે બીજી તરફ હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ તેની ટીમનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે.