
IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ સમગ્ર સિઝન દરમિયાન જીત મેળવવા સંઘર્ષ કરતી રહી, અને સતત હારના કારણે તેઓ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયા હતા. બેટિંગ અને બોલિંગ બંનેમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો હતો. પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રદર્શન ટીમના યુવા બેટ્સમેન રાયન રિકેલ્ટનના પ્રદર્શનની રહી છે, જે ઘરઆંગણે હીટ રહ્યો પણ મુંબઈની બહાર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે.
રાયન રિકલ્ટન પણ ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે મોટી ઇનિંગ રમી શક્યો નહીં. તેણે 7 બોલમાં ફક્ત 6 રન બનાવ્યા અને જલ્દી આઉટ થઈ ગયો. આ પહેલીવાર નથી જ્યારે તે મુંબઈની બહાર ફ્લોપ રહ્યો હોય. આખી સિઝન દરમિયાન ઘરઆંગણે અને બહારના મેદાન પરના આંકડા તેના પ્રદર્શન વચ્ચેનો સ્પષ્ટ તફાવત દર્શાવે છે.
વાનખેડે સ્ટેડિયમમાં રાયન રિકલ્ટનનું બેટ ખૂબ ચાલ્યું છે. ઘરઆંગણે તેણે પાંચ મેચોમાં 81.50 ની એવરેજથી 326 રન બનાવ્યા છે. આ ઇનિંગ્સમાં તેનો આત્મવિશ્વાસ, શોટ પસંદગી અને આક્રમક અભિગમ નોંધપાત્ર રહ્યા. જોકે, ટીમે મુંબઈની બહાર રમવાનું શરૂ કરતાં જ તેનું પ્રદર્શન ઝાંખું પડી ગયું છે. મુંબઈની બહારની મેચોમાં રાયન રિકલ્ટને છ ઇનિંગ્સમાં ફક્ત 110 રન બનાવ્યા છે, તેની એવરેજ ફક્ત 18.33 રહી છે. તેણે ઘણીવાર સારી શરૂઆત કરી હતી, પરંતુ તેને મોટા સ્કોરમાં ફેરવવામાં તે નિષ્ફળ રહ્યો હતો.
રાયન રિકલ્ટને આ સિઝનમાં મુંબઈ માટે કુલ 11 મેચ રમી છે. જેમાં તેણે 43.60 ની એવરેજથી 436 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. તેણે 187.12 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે અને તે તેની ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જોકે, સાતત્યના અભાવે, તે મેચ વિનર નથી સાબિત થયો.