
IPL 2026માં આજે સિઝનના 65 મા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે MI આ મેચમાં પહેલા બેટિંગ કરશે. KKR અને MI બંને ટીમ આ સિઝનની તેરમી મેચ રમી રહી છે. બંને ટીમ મેચ જીતવા પ્રયાસ કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. અમારે બેમાંથી બે મેચમાં જીતની જરૂર છે. પણ અમે ફક્ત આ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. 40 ઓવર દરમિયાન સારું ક્રિકેટ રમવું, તે ખરેખર મહત્વપૂર્ણ છે. કોઈ ફરિયાદ નથી, કોઈ અફસોસ નથી. ટીમમાં આત્મવિશ્વાસ છે, ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરેખર સારું છે. અમે આજની મેચમાં કોઈ ફેરફાર નથી કર્યો.
ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. તમે જે પણ રમત રમો છો, તમે જીતવા માંગો છો. તમે તમારું શ્રેષ્ઠ ક્રિકેટ રમવા માંગો છો, મુંબઈ ઈન્ડિયન્સનો ટાઈટલ જીતવાનો લાંબો ઈતિહાસ છે. તેથી ફક્ત માથું ઊંચું રાખીને શ્રેષ્ઠ ટીમનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન છે. આજે અમારી ટીમમાં બે ફેરફાર થયા છે, હું અને ગઝનહફ આજની મેચમાં રમીશું.
Jersey No. 3️⃣ 3️⃣3️⃣ pic.twitter.com/5yhYIb4aqV
— Mumbai Indians (@mipaltan) May 20, 2026
રાયન રિકલ્ટન (વિકેટકિપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, રઘુ શર્મા.
ઈમ્પેક્ટ સબ્સ: શાર્દુલ ઠાકુર, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, એએમ ગઝનફર.
અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે.
ઈમ્પેક્ટ સબ્સ: ફિન એલન, વૈભવ અરોરા, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, રાહુલ ત્રિપાઠી.
Published On - 7:09 pm, Wed, 20 May 26